Sihor
સિહોર નજીકથી શંકાસ્પદ પિકપ અને લોખંડ ની પ્લેટો સળિયા સાથે બે શખ્સો ઝડપાયા

પવાર
સિહોર પોલીસનો સ્ટાફ ગઇકાલે બપોરના સમયે પેટ્રોલીંગમાં હતો. ત્યારે પેટ્રોલપંપ પાસે, ખોડિયાર કાંટાની સામેથી શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલ બોલેરો પીકઅપને રોકી તલાશી લેતા તેમાં લોખંડની ૧૪ પ્લેટ અને ૨૦૦ કિ.લો. લોખંડના સળિયા મળી આવ્યા હતા.
જેના આધાર-પૂરાવા બીલ માંગતા પ્રવીણ ઉર્ફે પદો મનજીભાઈ વાઘેલા અને અશ્વિન ભરતભાઈ બારૈયા (૨હે, ટોડા ભડલી વસાહત, સિહોર)એ રજૂ ન કરતા પોલીસે મુદ્દામાલને ૪૧ (૧) ડી મુજબ કબજે કરી બન્નેની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ આદરી છે