Connect with us

Gujarat

ત્રિવેણી સંગમ : અમદાવાદમાં મુસાફરને બુલેટ, મેટ્રો અને BRTSની સુવિધા એકજ જગ્યાએ મળી રહે તે માટે તૈયાર કરાયો બ્રિજ

Published

on

triveni-sangam-in-ahmedabad-a-bridge-has-been-prepared-for-passengers-to-get-the-facility-of-bullet-metro-and-brts-at-one-place

અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનનું કામ ઝડપથી થઈ રહ્યું છે. જ્યારે મેટ્રો ટ્રેન શરૂ થઈ ચૂકી છે. ત્યારે બુલેટ ટ્રેનથી મુસાફરી કરી અમદાવાદ આવેલા મુસાફરને મેટ્રો અને BRTS એ જ સ્થળેથી મળી રહે તેવી સુવિધા ઉભી કરાઈ છે. વાસ્તવમાં સાબરમતી પાવર હાઉસ ખાતે બુલેટ, મેટ્રો અને BRTSને જોડતો બ્રિજ તૈયાર કરાયો છે.

સાબરમતી ખાતે ફૂટ ઓવર બ્રિજ તૈયાર

સાબરમતી પાવર હાઉસ ખાતે નિર્માણ પામી રહેલા ફૂટ ઓવર બ્રિજ પેસેન્જરોને હાઇ-સ્પીડ રેલવે સ્ટેશનો, પશ્ચિમ રેલવે સ્ટેશનો, મેટ્રો સ્ટેશનો અને બીઆરટીએસ કોરિડોરને મલ્ટિ-મોડલ કનેક્ટિવિટી પ્રદાન કરશે. 1.33 લાખ ચોરસ મીટરમાં બની રહેલી બિલ્ડિંગમાં બ્લોક A અને B નિર્માણ કરાયો છે, આ બંને બ્લોકમાં કુલ ત્રણ ફૂટ ઓવર બ્રિજ બનાવાયા છે. જેમાં ‘A’ બ્લોકમાં ગ્રાઉન્ડ સાથે 9 માળ અને ‘B’ બ્લોકમાં ગ્રાઉન્ડ સાથે સાત માળ બનાવવામાં આવ્યા છે. ફૂટ ઓવરબ્રિજ ખુલ્લો મુકાયા બાદ મુસાફરોને એક જ સ્થળેથી​બુલેટ ટ્રેન, મેટ્રો ટ્રેન અને BRTS જેવી ટ્રાન્સપોર્ટ સુવિધા મળશે.

બુલેટ ટ્રેનનું કામ હાઈસ્પીડમાં

મુંબઈ-અમદાવાદ વચ્ચે ભારતની પ્રથમ બુલેટ ટ્રેનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. PM મોદીના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે અત્યાર સુધીમાં 1,374.20 હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવી છે, જે કુલ જરૂરી જમીનના લગભગ 99 ટકા છે. મળતી માહિતી મુજબ, બુલેટ ટ્રેન ગુજરાત, દાદરા અને નગર હવેલી, મહારાષ્ટ્રમાંથી પસાર થશે. કેન્દ્રશાસિત પ્રદેશોમાં 100 ટકા જમીન સંપાદન કરવામાં આવ્યું છે.

Advertisement

અત્યાર સુધીમાં 1,374.20 હેક્ટર જમીન કરાઈ સંપાદિત

રેલવે મંત્રાલયના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, ગુજરાતમાં 954.3 હેક્ટરમાંથી 943.53 હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવી છે. જે રાજ્યમાં જરૂરી કુલ જમીનના 98.87 ટકા છે. જ્યારે દાદરા અને નગર હવેલીમાં 7.90 હેક્ટર જમીન અને મહારાષ્ટ્રમાં 430.45 હેક્ટરમાંથી 422.77 હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કુલ 1,392.63 હેક્ટર જમીનની જરૂર છે. અત્યાર સુધીમાં લગભગ 1,374.20 હેક્ટર (99 ટકા) જમીન સંપાદિત કરવામાં આવી છે.

રેલ કોરિડોર પર કરાયો 32,937 કરોડ રૂપિયાનો ખર્ચ

2015માં મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 1,08,000 કરોડ રૂપિયા આંકવામાં આવ્યો હતો. પરંતુ પ્રોજેક્ટનો સંપૂર્ણ ખર્ચ જમીન સંપાદન અને તમામ કોન્ટ્રાક્ટ પેકેજોને અંતિમ સ્વરૂપ આપ્યા પછી અને સંબંધિત સમયમર્યાદા બાદ જ નક્કી કરવામાં આવશે. એક રિપોર્ટ મુજબ, મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર પર 31 ઓક્ટોબર, 2022 સુધીમાં 32,937 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

12 સ્ટેશનો પર હોલ્ટ રહેશે

Advertisement

સૂત્રોનું કહેવું છે કે, મહારાષ્ટ્રમાં જમીન સંપાદન અને કોન્ટ્રાક્ટને અંતિમ સ્વરૂપ આપવામાં વિલંબની સાથે-સાથે કોવિડ-19ના કારણે લાગેલા લોકડાઉનને કારણે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પ્રભાવિત થયો છે. આ 508 કિમીના રૂટ પર હાઇ સ્પીડ ટ્રેનો 320 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. આ દરમિયાન 12 સ્ટેશનો પર હોલ્ટ રહેશે. જ્યારે પીક અવર્સમાં 20 મિનિટ અને નોન-પીક અવર્સમાં 30 મિનિટની ફ્રીક્વન્સી સાથે દરરોજ/એક દિશામાં 35 ટ્રેનો હશે. આ એક લિમિટેડ સ્ટોપ પ્રોજેક્ટ છે અને હાઇ સ્પીડ રેલ કોરિડોર માટે ઓપરેશનલ કંટ્રોલ સેન્ટર સાબરમતી ખાતે સ્થિત હશે.

2017માં કરાયો હતો શિલાન્યાસ

દેશની પ્રથમ બુલેટ ટ્રેનનું કામ સપ્ટેમ્બર 2017માં અમદાવાદ ગુજરાતમાં શરૂ થયું હતું. વડાપ્રધાન મોદી અને જાપાનના પૂર્વ વડાપ્રધાન દિવંગત શિન્ઝો
આબેએ સંયુક્ત રીતે આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.

error: Content is protected !!