Connect with us

Sihor

વૃક્ષારોપણ સરકારની સાથે-સાથે પ્રત્યેક નાગરિકનું આ કર્તવ્ય છે: જનસહકાર જરૂરી : કૌશિક પરમાર

Published

on

tree-plantation-is-the-duty-of-the-government-as-well-as-every-citizen-public-cooperation-required-kaushik-parmar

દેવરાજ

  • સિહોર ગૌતમેશ્વર વોટર વર્કસ ફિલ્ટર ખાતે પ્રચાર ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો – જતન કરવાના સંકલ્પ લેવાયા

હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જિલ્લા અને તાલુકા મથકો સુધી વૃક્ષોનું વાવેતર વધારી પર્યાવરણ રક્ષા અંગે ગ્રામ્યકક્ષા સુધી જાગૃતિ લાવવાનો ભરપુર પ્રયાસો હાથ ધર્યા છે. ઘટતાં જતા વન વિશે તેમજ પર્યાવરણના અસંતુલન જાળવણી માટે વધુ વૃક્ષોનું રોપણ કરવા સરકારે ભાર મુક્યો છે, ત્યારે વધતા જતા પ્રદૂષણને નિયંત્રણમાં રાખવાનું કામ પ્રકૃતિનું છે. પ્રકૃતિના ભાગ તરીકે વૃક્ષો અનેક રીતે ઉપયોગી છે, પરંતુ શહેરીકરણના પરિણામે વૃક્ષોમાં ઘટાડો થઈ રહ્યો છે

tree-plantation-is-the-duty-of-the-government-as-well-as-every-citizen-public-cooperation-required-kaushik-parmar

ત્યારે પ્રચાર ફાઉન્ડેશન દ્વારા આજે રવિવારે તા. 02-07-2023 ના રોજ સિહોરના ગૌતમેશ્વર વોટર વર્કસ ફિલ્ટર ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં તીર્થ આચાર્ય, કૌશિકભાઈ પરમાર, ભરતભાઈ રાઠોડ અને રાજેશભાઈ આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા, આ તકે કૌશિકભાઈ પરમારે જણાવ્યું હતું કે વધુ વૃક્ષો વાવો વધુ વરસાદ લાવો સાથે સાથે પર્યાવરણનું જતન કરવા અપીલ કરી હતી. વૃક્ષારોપણ સરકારની સાથે-સાથે પ્રત્યેક નાગરિકનું આ કર્તવ્ય છે. તેનું પાલન સૌ સાથે મળી કટિબદ્ધ બનીશું તો જ પર્યાવરણની રક્ષા કરી શકીશું.

error: Content is protected !!