Sihor
સિહોરના મેઈન બજારમાં ગટરના વહેતા પાણીથી રાહદારીઓ ત્રાહિમામ ; તંત્રનું સ્વચ્છતા અભિયાન માત્ર કાગળ ઉપર જ સીમિત
પવાર
સિહોર મેઇન બજારમાં આવેલ શુભલક્ષ્મી મોલ તેમજ ભૂતા મેટલ પાસે છેલ્લા કેટલાક સમયથી ગટર ઉભરાતી હોય છે તેમજ ગટર ની મેનોલ પણ ખુલ્લી હોય જેમાં ગટર નું ગંદકીનું પાણી ઉભરાઈ રહ્યું હોય જેને લઈને ખાસ કરીને સવાર ના સમયે આ ગંદકીના પાણી રોડ ઉપર નીકળતું હોય જેમાં રાહદારીઓ તેમજ સિહોરી માતાના મંદિરે જતા દર્શનાર્થીઓ ,સ્થાનિક વેપારીઓને ભારે હાલાકી વેઠવી પડે છે.
ખુલ્લી ગટર ને લઈ અકસ્માતનો ભય સતાવી રહ્યો હતો ત્યારે તંત્રના કહેવાતા બેજવાબદાર સુપરવાઇઝર સહિત કર્મચારીઓ પણ આંખ મિચામના કરી રહ્યા છે તો હાલ નવા આવેલ પાલિકા ના વહીવટદાર અધિકારી બી.જે પટેલ કે ચીફ ઓફિસર મારકણા કાર્યવાહી કરશે કે કેમ તે તો જોવું જ રહ્યું.