Bhavnagar
કાલે શુક્રવારે વિજય રૂપાણી અને નરેન્દ્રસિંહ તોમર સિહોરમાં સભા ગજવશે
મિલન કુવાડિયા
પરસોત્તમ સોલંકીના સમર્થનમાં જંગી જાહેર સભા યોજાશે, પરસોત્તમ સોલંકીને મળી રહેલું ચોમેરથી સમર્થન, સિહોરના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સભાનું આયોજન
આવતીકાલે શુક્રવારે ભાજપના રાષ્ટ્રીય નેતાઓની ભાવનગર જિલ્લામાં સભાઓ યોજાવવાની છે જે પૈકી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નરેન્દ્રસિંહ તોમર સિહોર ખાતે જંગી સભાને સંબોધશે ભાવનગર ગ્રામ્ય સહિત જિલ્લા વિધાનસભાની સાત બેઠકો આવે છે અને આ સાતેય બેઠકો ભાજપ અંકે કરવા માટે થઇને હાલમાં એડી ચોટીનું જોર લગાવી રહી છે અને તેના ભાગરૂપે તા. ૧૮ના રોજ સિહોરના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર સભા ગજવશે.ભાવનગર જિલ્લામાં વિધાનસભાની સાત બેઠકોનો સમાવેશ થાય છે જે સાત પૈકીની એક બેઠક ઉપર કોંગ્રેસનો કબજો છે અને જો કે હાલમાં જે ચૂંટણી યોજાવાની છે. તેમાં સાતેય બેઠકો ઉપર ભાજપનું કમળ ખીલી ઉઠે તેના માટે થઇને ભાજપ દ્વારા એડી ચોટીની જોર લગાવવામાં આવી રહ્યું છે.
અને પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. દરમિયાન ભાવનગર જિલ્લાની આ સાતેય બેઠકોને અંકે કરવા માટે થઇને સ્ટાર પ્રચારકો ભાવમગર જિલ્લામાં આવવાના છે જેના ભાગરૂપે આવતીકાલે કાલે શુક્રવારે વિજય રૂપાણી અને નરેન્દ્રસિંહ તોમર સિહોરમાં સભા ગજવશે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સભાનું આયોજન કરાયું છે સાથે અન્ય નેતાઓ પણ જુદી-જુદી બેઠકો ઉપર સભા ગજવશે. મહુવા ખાતે મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ સભા સંબોધન કરશે.
બપોરે તળાજા ખાતે તથા જેસર ખાતે યોજાનાર સભામાં શ્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે જામનગરમાં સાંસદ શ્રી પૂનમબેન માડમ સંબોધન કરશે.પાલિતાણા તાલુકાના ભંડારિયા ગામે સવારે શ્રી પૂનમબેન માડમ ચૂંટણી સભા કરશે. ભાવવનગર જિલ્લામાં ભાજપના રાષ્ટ્રિય નેતાઓની આ સભાઓમાં વિધાનસભાના ઉમેદવારો સાથે અગ્રણીઓ પણ જોડાશે.