Sihor
આજે મહાશિવરાત્રી : ‘બમ બમ ભોલે’ના નાદથી ગુંજી ઉઠશે શિવાલયો : શિવભકિતમાં લીન થવાનો અવસર
કુવાડિયા
- આજે મંદિરોમાં સવારથી શિવજીને રૂદ્રાભિષેક સાથે મહાપુજા, લઘુરૂદ્ર, હોમાત્મક હવન, મહાઆરતી, ફરાળ પ્રસાદના આયોજનો : આજે સિહોર બનશે શિવમય
‘ગૌરીશ્વરં શશિશેખરં જટાજૂટ સુશોભિતમ્, નમસ્તે સર્વ પ્રાણાસ્તુ સત્યમ શિવમ્ સુંદરમ્’ આજે મહાશિવરાત્રી છે, જીવમાં શિવમાં પરોવવાનો દિવ્ય અવસર છે. સિહોરના સુપ્રસિધ્ધ શિવાલયોમાં આજે આખો દિવસ ભકતોની ભારે ભીડ જોવા મળશે. મંદિરોમાં દિવસભરના અનુષ્ઠાનો યોજાયા છે. આજે શિવભકતો ઉપવાસ કરીને શિવ ભકિત કરશે. આજે મંદિરોમાં સવારથી શિવજીને રૂદ્રાભિષેક સાથે મહાપૂજા, બિલ્વ અભિષેક, લઘુરૂદ્ર, હોમાત્મક હવન, મહાઆરતી, ફરાળ પ્રસાદ વગેરે યોજાયા છે.
આજે તા.૧૮ને શનિવારે મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. સાથોસાથ શનિ પ્રદોષ અને શ્રવણ નક્ષત્રનો પણ સંયોગ ભળ્યો છે. મહાશિવરાત્રી નિમિત્તે સમગ્ર સિહોર સાથે ગોહિલવાડના શિવાલયો આજ સવારથી જ હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા. મહાશિવરાત્રીની ઉજવણી નિમિત્તે શિવાલયોને આકર્ષક શણગાર પણ કરવામાં આવ્યા છે. સવારથી જ ભાંગ સહિતના પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવે છે. શહેરના મંદિરોમાં સવારથી જ ભાવિકોની ભીડ પૂજન અને દર્શન અર્થે ઉમટી પડી છે .