Sports
આ નવા ખેલાડી પર IPLના ત્રણ ટીમોની નજર: CSKમાં રવિન્દ્ર જાડેજાના રિપ્લેસમેન્ટની સંભાવના

એક રિપોર્ટ મુજબ અત્યાર સુધી તેની ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી. સૂત્રો પરથી જાણવા મળ્યું છે કે બીસીસીઆઈ વિદેેશ સિવાય કર્ણાટકના બેંગ્લોરમાં તેનુ આયોજન કરી શકે છે. આ મિની ઑક્શન પહેલા ઝીમ્બાબ્વેના સ્ટાર ખેલાડી સિકંદર રજાએ ટી 20 વિશ્વ કપ 2022માં ઓલરાઉન્ડર પ્રદર્શન કરી ધૂમ મચાવી છે. આ ખેલાડીના શાનદાર પ્રદર્શનના કારણે આઈપીએલની ત્રણ ફ્રેન્ચાઈજી ટીમો તેમને આ વર્ષે પોતાની ટીમમાં સામેલ કરી શકે છે. આવો જાણીએ આ ત્રણ ટીમો અંગે.
સનરાઈજર્સ હૈદ્રાબાદની ફ્રેન્ચાઈજીએ જ્યારથી ડેવિડ વોર્નરને ટીમમાંથી અલગ કર્યો ત્યારથી આ ટીમની હાલત કડક થઇ ગઇ છે. નવા કેેપ્ટન તરીકે કેન વિલિયમસન પોતાની યોગ્ય પ્લેઈંગ ઈલેવનને મેદાનમાં ઉતારવામાં નિષ્ફળ સાબિત થયા છે. તો કેનની આગેવાનીમાં આ વર્ષે ટીમે પહેલાની સિઝનની શરૂઆતથી જ સતત ઘણા મેચ હાર્યા છે.
મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ એક વખત ફરીથી ખિતાબ જીતવા માટે મેદાન પર ઉતરશે. તો આ ટીમમાં પહેલાની ભૂલોને ભૂલાવીને ઘણા ફેરફાર પણ જોવા મળી શકે છે. જેમાં સૌથી પહેલુ નામ ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાનુ છે. જેને ગયા વર્ષે ટીમનુ સુકાન સોંપવામાં આવ્યું હતુ. પરંતુ કેપ્ટનશિપના પ્રેશરમાં તેમનુ પ્રદર્શન બેટીંગ અને બોલિંગ બંનેથી ખરાબ સાબિત થયુ.
રિષભ પંતની આગેવાનીમાં પહેલાની સિઝનમાં દિલ્હી કેપિટલ્સ ટીમનુ પ્રદર્શન સારું રહ્યુ હતુ. પરંતુ આ ટીમમાં એક ઓલરાઉન્ડર ખેલાડીની કમી હંમેશા રહેતી હતી. જેને પગલે ઘણી મેચમાં જોવામાં આવ્યું હતુ કે અંતમાં જ્યારે જીત માટે છેલ્લી ઓવરમાં એક ઓલરાઉન્ડર ખેલાડીની જરૂર પડતી હતી ત્યારે કોઈ પણ ખેલાડી આ જવાબદારીને નિભાવવામાં સંપૂર્ણ રીતે ઉપયોગી સાબિત નહોતો થતો.