Sihor
રાજ્યભરમાં તરખાટ મચાવનાર 51થી વધુ મંદિરોમાં ચોરી કરનાર ગેંગના ત્રણ શખ્સો ગિરફ્તાર
સલીમ બરફવાળા
મંદિરોમાં ચોરી કરતી ત્રણ શખ્સોની ટોળકી ઝડપાઈ ૬૦.૪૦૦ હજારનો મુદ્દામાલ કબજે ; ક્રાઈમ બ્રાંચે સિહોરના ઘાંઘળી નજીકથી ત્રણ શખ્સોની અટક કરીને મંદિર ચોરીના ૫૧ થી ગુના ઉકેલ્યા, ભાવનગર પોલીસને મોટી સફળતા
રાજ્યવ્યાપી મંદિરોમાં ચોરી કરતી ટોળકીના ત્રણ શખ્સોની ક્રાઈમ બ્રાંચે સિહોરના ઘાંઘળી નજીકથી અટક કરી હતી. તેમની પાસેથી પોલીસે ૬૦૪૦૦ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તપાસમાં આ ટોળકીએ ૫૧ જેટલા મંદિરોમાં ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. ક્રાઈમ બ્રાંચને માહિતી મળી હતી કે ત્રણ શખ્સો ચોરીના દાગીના લઈને સિહોરના ઘાંઘળી નજીક સિહોર આવવાના રસ્તે ઉભા છે
જેને આધારે પોલીસે અહીં જાળ બિછાવીને (૧) અતુલભાઇ પ્રવિણભાઇ ધકાણ રહે.મુળ નવાગામ તા.ગારીયાધાર હાલ અમદાવાદ (૨) સંજયભાઇ જગદીશભાઇ સોની રહે અમદાવાદ (૩) ભરતભાઇ પ્રવિણભાઇ થડેશ્વર રહે અમદાવાદ મુળ કરીયાણા તા.બાબરા જી.અમરેલીની અટક કરી હતી. તેમની પાસેથી પોલીસે ચાંદીના સોનાની ચીજવસ્તુ ત્રણ મોબાઈલ અને રોકડ મળીને કુલ ૬૦૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પુછપરછ દરમ્યાન તેઓ ત્રણેયએ તથા તેઓની સાથેના માણસોએ સાથે મળી છેલ્લા ઘણાં સમયથી ભાવનગર, અમરેલી, અમદાવાદ રૂરલ, અમદાવાદ સીટી, સુરેન્દ્દનગર, બોટાદ, પોરબંદર, સોમનાથ જીલ્લામા જુદી જુદી જગ્યાએ મંદીરોમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરીઓ કરી હોવાની કબૂલાત આપી હતી