Connect with us

Offbeat

લે બોલો આ યુવાનને ચમચીની ભૂખ : ડોક્ટરે ઓપરેશન કરી ચમચીઓ કાઢી બાર

Published

on

This young man is hungry for spoons: the doctor operated and removed the spoons

યુપીના મુઝફ્ફરનગરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ડોક્ટરે 32 વર્ષીય વિજયના પેટમાંથી બે પાંચ નહીં પરંતુ 62 ચમચી કાઢી છે. આ વ્યક્તિનું લગભગ 2 કલાક સુધી ઓપરેશન કરીને શરીરમાં રહેલી બધી ચમચીઓ બહાર કાઢી હતી. ડોક્ટર રાકેશ ખુરાનાએ જણાવ્યું કે ચમચી ખાનાર વિજય હજુ પણ ICUમાં છે. તે લગભગ છેલ્લા એક વર્ષથી ચમચી ખાતો હતો

મુઝફ્ફરનગર પોલીસ સ્ટેશનના મંસૂરપુર વિસ્તાર હેઠળના બોપડા ગામના 40 વર્ષીય વિજયને પેટમાં તીવ્ર દુઃખાવો થવા લાગ્યો હતો. જેને પગલે તેને મુઝફ્ફરનગરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલના ડોક્ટરોએ પેટમાં દુઃખાવા બાબતે તેના પેટની તપાસ કરી તો તેઓ પણ હેરાન રહી ગયા. ડોક્ટરોએ વિજયના પરિવારને કહ્યું કે તેનું તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. આ પછી જ્યારે વિજયનું ઓપરેશન કરવામાં આવ્યું ત્યારે તેના પેટમાંથી સ્ટીલની ચમચી નીકળી હતી. આ ચમચીઓ એવી હતી જેમાં ખાવાનો આગળનો ભાગ નહોતો. કહેતાં ચમચીના હેન્ડલ તેના પેટમાં હતા.

62 ચમચી નીકળતા બધે થઈ રહી છે ચર્ચા

Advertisement

ડોક્ટરોએ વિજયનું ઓપરેશન કર્યું ત્યારે પેટમાંથી એક પછી એક 62 ચમચીઓ કાઢી હતી. આ દરમિયાન ડોક્ટરોએ આ ઓપરેશનનો વીડિયો પણ બનાવ્યો. ડોક્ટર્સનું કહેવું છે કે તેઓએ આવો કેસ પહેલીવાર જોયો છે. ડોક્ટરો વિચારમાં પડી ગયા હતા કે શા માટે કોઈ વ્યક્તિ આટલી બધી ચમચીઓ ખાતો હશે?

જોકે, વિજયના પરિવારમાંથી કોઈએ જણાવ્યું કે તે ડ્રગ્સનો વ્યસની થઈ ગયો હતો. તેની આ લતથી છૂટકારો મેળવવા માટે તેને વ્યસન મુક્તિ કેન્દ્રમાં પણ મોકલવામાં આવ્યો હતો. પરિવારનો આરોપ છે કે વિજયને ત્યાં ચમચીઓ ખવડાવવામાં આવી છે. દર્દીના સંબંધીએ શામલીના વ્યસન મુક્તિ કેન્દ્રમાં યુવકને બળજબરીથી ચમચી ખવડાવવાની વાત કહી છે. વ્યસન મુક્તિ કેન્દ્રમાં વિજય લગભગ એક મહિના સુધી રહ્યો.

જણાવી દઈએ કે ઓપરેશન બાદ દર્દીની હાલત નાજુક હોવાનું કહેવાય છે. ડૉ. રાકેશ ખુરાનાએ કહ્યું, ‘જ્યારે યુવકને પૂછવામાં આવ્યું કે શું તેણે તે ચમચી ખાધી છે, તો તે તેની સાથે સંમત થઈ ગયો. આ દર્દી યુવક એક વર્ષથી ચમચી ખાઈ રહ્યો હતો.

Continue Reading
Advertisement
error: Content is protected !!