Junagadh
જૂનાગઢમાં વડાપ્રધાનના સ્વાગત માટે ચાહકોમાં અનેરો ઉત્સાહ છે સભામાં લાખ્ખોની મેદની ઉમટી પડશે : ધવલ દવે
- જૂનાગઢ આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્વભાઇ મોદીનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરશે : વડાપ્રધાન શ્રી મોદીને આવકારવા થનગની રહેલા જૂનાગઢનાં દરેક નાગરિકોના ઉત્સાહને બિરદાવી તેમનો આભાર વ્યકત કરતા ધવલ દવે
મિલન કુવાડિયા
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી મેદાન ખાતે આજે 19 તારીખે વડાપ્રધાન મોદી આવવાના છે ત્યારે તડામાર તૈયારીઓ થઈ રહી છે.જૂનાગઢ, ગીર-સોમનાથ અને પોરબંદર જિલ્લાના અંદાજે 4 હજાર કરોડના વિકાસનું ખાતમુહૂર્ત તેમજ વિકાસ કામોની જાહેરાત પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરશે ત્યારે જુનાગઢમાં આયોજિત જાહેર સભામાં હાજરી આપવા લાખોની સંખ્યામાં લોકો એકત્રિત થશે તેવી ધવલ દવેએ જણાવ્યું હતું મૂળ સિહોરના હાલ ગાંધીનગર સ્થિત રહેતા ધવલ દવે જૂનાગઢ જિલ્લાના પ્રભારી છે ખાસ તો આજે યોજાનાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમને સફળ બનાવવા ધવલ દવેના શિરે ભાજપ દ્વારા મોટી જવાબદારી સોપાઈ છે
ધવલ દવે વિસ્તારો, વોર્ડ વાઇઝ, ગામડાઓમાં, બેઠકો લઈ સમગ્ર જૂનાગઢ જિલ્લાને ધમરોળી નાખ્યું છે દવેનું કહેવું છે કે વડાપ્રધાનશ્રીના સ્વાગત માટે જૂનાગઢમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વડાપ્રધાનશ્રીનું અનોખી રીતે ભવ્યાતિભવ્ય સ્વાગત વિવિધ સંસ્થા-સંગઠનો ધ્વારા વડાપ્રધાશ્રીનું અવનવી રીતે સ્વાગત કરી શ્રી નરેન્દ્રભાઈ મોદીની આ મુલાકાતને ઐતિહસિક બનાવાશે. વડાપ્રધાન શ્રી મોદીને આવકારવા થનગની રહેલા જૂનાગઢનાં દરેક નાગરિકોના ઉત્સાહને બિરદાવી તેમનો આભાર ધવલ દવેએ વ્યકત કર્યો છે.વધુમાં કહ્યું હતું કે વડાપ્રધાનશ્રીના વંદન કરવાં અને તેમને આશિર્વાદ આપવાં માટે લાખ્ખોની જનમેદની જૂનાગઢમાં ઉમટી પડવાની છે વડાપ્રધાન કાયાપલટ કરનાર વિવિધ વિકાસ કાર્યોની ભેટ જૂનાગઢ સહિત જિલ્લાઓને આપવાનાં છે જૂનાગઢ વડાપ્રધાનશ્રીના આવકારમાં કોઇ કસર છોડવાં માંગતાં નથી. વડાપ્રધાનશ્રીનું ભવ્યાતિભવ્ય સ્વાગત થાય તે માટેની તડામાર તૈયારીઓ તંત્ર અને વિવિધ સંગઠનોના સહકારથી કરવામાં આવી રહી છે.