Connect with us

Bhavnagar

ઓનલાઈન જુગારના રવાડે ચડી બરબાદ થઈ રહેલું સિહોરનું યુવાધન

Published

on

the-youth-of-sehore-is-being-ruined-by-online-gambling

બરફવાળા

  • ટેકનોલોજીનો થઈ રહેલો ખતરનાક દૂરઉપયોગ ; મોબાઈલમાં જ આઈડી મારફત જુગાર રમી શકાતો હોવાથી દુષણને ડામવું મોટો પડકાર

ટેકનોલોજીનો રચનાત્મક ઉપયોગ માનવજાતિનો ઉત્કર્ષ કરી શકે છે તેવી રીતે જ તેનો દૂરઉપયોગ ગંભીર ખતરનાક પરિણામો પણ લાવી શકે છે. કંઈક આવું જ હાલ સિહોરના યુવાધન સાથે બની રહ્યું છે. સિહોરના બાળકોથી માંડી આધેડ અને ખાસ કરી યુવાનો ઓનલાઈન જુગાર રમવાના રવાડે ચડી ગયો છે. પૈસા અને સમયની બરબાદી કરતી આવી ઓનલાઈન રમતો કાયદેસર છે કે ગેરકાયદેસર તેને લઈને સવાલો પેદા થયા છે. જો કે જુગાર રમવાથી બાળકો મનોવિકૃતિનો ભોગ ચોક્કસ બની રહ્યા છે સિહોરનું યુવાધન હાલ સતત મોબાઈલમાં પરોવાયેલું જોવા મળે છે

તરુણ વયના બાળકોથી માંડીને આાધેડ અને વૃદ્ધો સુધીના સહુકોઈને મોબાઈલનો ચસ્કો લાગ્યો છે. તેમાં ઘણા તો સોશિયલ મીડિયામાં એક્ટીવ હોય છે પણ તેની સામે ઓનલાઈન જુગાર રમતા વર્ગમાં મોટો વધારો થયો છે મોબાઈલમાં જ આઈડી મારફત પૈસાની હાર-જીત થાય છે અન્ય એપ્લિકેશનો જોડીને ઓનલાઈન હજારો રૂપિયાના વ્યવહારો થઈ રહ્યા છે શહેરી સાથે ગ્રામ્ય વિસ્તારના યુવાનો ઓનલાઈન જુગારના રવાડે ચડી ગયા છે.મોબાઈલમાં કોઈપણ જગ્યાએ જુદા જુદા બેસીને પણ જુગાર રમી શકાતો હોવાથી આ દુષણને ડામવું એક મોટો પડકાર છે ત્યારે બૌદ્ધિક વર્ગમાં આ દુષણ ચિંતાનું કારણ બન્યું છે. અલબત, આ દુષણને કેવી રીતે રોકવું તેનો કોઈ સીધો કે સરળ ઉપાય તો હાલ કોઈને સુઝતો નથી, પણ ટેકનોલોજીના સમયમાં આ બાબત અશક્ય કે અઘરી નથી.

error: Content is protected !!