Bhavnagar
રાજયનો સૌથી મોટો ભાવનગર જિલ્લાનો જીનિંગ ઉદ્યોગ મરણ પથારીએ

પવાર
25 વર્ષમાં સૌથી ખરાબ હાલત: ભાવ વધવાની આશા સામે 30% કપાસ પડયો રહ્યો: નિકાસ પણ ધારણાથી ઓછી
સ્થાનિક થી લઇ વૈશ્વિકમંદી,કોરોના અને રશિયા યુક્રેઈન યુદ્ધ જેવી અનેક બાબતોએ જીનિંગ ઉદ્યોગને મોટો ફટકો આપ્યો છે.ભાવનગર જિલ્લાના તળાજા ખાતે સૌથી વધુ જિનિંગ ફેકટરીઓ આવેલ છે.જીનર્સના જણાવ્યા પ્રમાણે તળાજા જ નહીં રાજ્યભરમાં આખુ વર્ષ જિનિંગ ફેકટરીઓ ખૂબ ઓછી ચાલી છે.ડિસપેરિટી પડતા હાલ મરણ પથારીએ આ ઉદ્યોગ પડ્યો છે. છેલ્લા 25 વર્ષમાં કદી ન જોયેલી મંદી જિનિંગ ઉદ્યોગ મા ચાલી રહી છે.માત્ર જિનિંગ મિલોજ નહિ સ્પીનીંગ મિલો પણ આખું વર્ષ કમાણી કરી નથી. સતત ડિસપેરિટી ના કારણે જિનિંગ ઉદ્યોગકારો જેઓએ બેંકમાંથી કરજો લઈ ને મિલ ચલાવી છે તેવા ઉદ્યોગકારો તો દેવાના ડુંગર તળે આવી ગયા છે.
સરકારે 1400 રૂપિયા મેક્સિમમ પ્રાઈઝ જાહેર કરેલ હતી.તેના કરતાં પણ જ્યારે કપાસ આવકની ધૂમ સિઝન કહેવાય ત્યારે અને આજે પણ સરકાર ના ભાવ બાંધણા કરતાંય વેપારીઓ ભાવ વધુ આપવા છતાંય વધુ ભાવ મળશે.બે હજાર રૂપિયા ભાવ થશે. તેવી આશાએ અને કેટલાંક વાયરલ મેસેજ ના કારણે ખેડૂતોએ કપાસ ન વેંચતા હાલ તળાજા પંથકના ત્રીસેક ટકા ખેડુત પાસે હજુ કપાસ પડ્યોછે.તેની સામે પેરેટી ન પડતા જીનિંગ મિલો બંધ હાલતમાં છે. આમેય સિઝન થી લઇ આજસુધી માં પચીસ વર્ષમાં પ્રથમ વખત જ એવું બન્યું છેકે મહિનામાં બે પાંચ દિવસ મિલ શરૂ કરવામાં આવી હોય.આમ સિઝન ની શરુઆત થીજ ખોટ આવતી હોય તળાજા સહિત રાજ્યનો જીનિંગ ઉદ્યોગ મરણ પથારીએ પડ્યો છે.
આ વખતે ખેડૂતોની હાલત કફોડી બનશે.
બજારના નિષ્ણાંતો ના મતે હાલ ત્રીસેક ટકા ખેડૂતોના ઘરમાં કપાસ છે. આ વખતે કપાસનું વાવેતર વત વર્ષ કરતા વધ્યું છે.જેને લઈ બજરમાં કપાસ ખૂબ ઠલવાશે. બજારનો નિયમ છેકે માંગ અને પુરવઠાના નિયમ આધારે ભાવ ઉપજતા હોય છે. ત્યારે આગામી સમયમાં ખેડૂતો અને જિનિંગ ઉદ્યોગકારો ની હાલત અત્યારથીજ કફોડી હોવાંની આગાહી થઈ રહી છે.