Bhavnagar
આવતીકાલથી ‘ધનારખ’નો પ્રારંભ! આ 2022ના વર્ષનો આજે લગ્નવિધિ માટે અંતિમ દિવસ
દેવરાજ
- આવતીકાલથી ‘ધનારખ’નો પ્રારંભ
- બસ હવે, આ 2022ના વર્ષનો આજે લગ્નવિધિ માટે અંતિમ દિવસ : ઢોલ ઢબૂકતા બંધ થશે: રૂડા લગ્ન ગીતો એક માસ સુધી સાંભળવા નહીં મળે
બસ હવે આ વર્ષનો માત્ર આજનો દિવસ લગ્નમૂહૂર્ત હોય લગ્નસરાની મોસમ હવે એક માસ માટે વિરામ લેશે. ડિસેમ્બર 2022ની 16મી તારીખે સવારે 9:59 મિનિટે ધનારખ બેસે છે અને તારીખ 16/1/23 સાંજે 8:46 કલાકે ફરી ધનારખ પૂર્ણ થતાં પુન: લગ્નસરાની મોસમ ધમધમી ઉઠશે. કાલથી એક માસ માટે લગ્ન સમારંભો બંધ રહેશે. આમ તો આ લગ્નસરાનાં દિવસોમાં અનેક આશાસ્પદ યુવક યુવતીઓનાં ઢોલ ઢબુકિયા, કોઈકે ફાર્મ હાઉસ બુક કર્યા તો કોઇકે થ્રી સ્ટાર કે ફોર ફાઈવ સ્ટાર હોટેલો બુક કરાવી.
તો કોઈકે પોતાના સમાજની જ્ઞાતિવાડી બુક કરી લગ્ન પ્રસંગ રંગેચંગે ઉજવ્યો. જો કે પહેલાં તો લગ્નવિધિ લગભગ ક્ધયાનાં ઘરનાં આંગણામાં થતી હવે એ પ્રથા સાવ નાબૂદ થતી જોવા મળે છે. અને પહેલાં લગ્નવિધિ પણ રાત્રિનાં સમયે યોજાતી. હવે તો એભાગ્યે જ જોવા મળે છે. કોઈકે તો વળી એ પચાસ વર્ષ પૂર્વેની શણગારેલાં બળદ ગાડામાં જાન લઈ જવાની પરંપરાને જાળવી, તો કોઇના વિવાહમાં હેલિકોપ્ટરનો ઉપયોગ પણ થયો. આમ ખૂબ હોશ અને ઉમંગ આનંદથી અનેક નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડયાં.
આમ પણ લગ્ન એ જીવનનો સૌથી મહામૂલો અને અણમોલ પ્રસંગ હોય લોકો પોતાના વૈભવ અને ઐશ્વર્યને છલકાવવા માટે કોઈ પણ પ્રકારની બાંધછોડ ન કરતાં જોવા મળેલ. હા, કોઈ કોઈ સ્થળે ચાંદલામા આવેલી ધનરાશિનો ઉપયોગ સામાજિક સંસ્થામાં અનુદાન કરીને પણ કરવામાં આવેલ. અંતે રંગેચંગે એક થા રાજા ઓર એક થી રાની દોનોંકે દિલોંકી અજબથી કહાની જેવાં માંગલિક પ્રસંગો જ આ જીવનને હર્યુંભર્યું રાખે છે. તે પણ આ વિવાહવિધિ દરમ્યાન સિદ્ધ થયું. હવે એક માસનો ઇન્ટરવલ. વળી પાછું એનું એ ક્ધયા પધરાવો સાવધાન.