Sihor
સિહોર ના સામાજીક કાર્યકરોએ શહેરી વિસ્તારના હાઇવે રોડ ઉપર સ્પીડ બ્રેકર મુકવાની કરી માંગ
દેવરાજ
- હાઇવે પર ટ્રાફીક હળવો કરવા અને નડતરો દૂર કરવાની માંગ, બમ્પ અંગે પ્રાંત અધિકારીશ્રી ને આવેદનપત્ર પાઠવ્યું
સિહોર એટલે છોટે કાશી,અને ઓદ્યોગિક જોન તરીકે જાણીતું છે ત્યારે સિહોર શહેર માં ટ્રાફિક અને R&B વિસ્તાર તેમજ પાલિકા લના હદ વિસ્તાર માં બેફામ દબાણો ને લઈ હાઇવે ઉપર છાસવારે અકસ્માત ની ઘટનાઓ બનતી હોય છે ત્યારે તંત્ર દ્વારા સિહોર ના દાદાની વાવ થી લઈ ગરીબશા પીર સુધી રોડની બન્ને સાઈડમાં દબાણો થઈ રહ્યા છે અને નેશનલ હાઇવે રોડ વિભાગ ,પાલિકા સહિત આ દબાણો ક્યારે હટાવશે તે પેચીદો પ્રશ્ન બન્યો છે સિહોર પથીકાશ્રમ ની સામે આવેલ એક ચા ની કીટલી ઉપર નાના મોટા વાહનો તેમજ સરકારી ST બસો પણ ત્યાં આ હાઇવે ના સાંકડા રસ્તાની વચ્ચે ST બસ થોભાવી ચા ની કીટલી એ ડ્રાઈવર કડકટરો ચા ની ચૂસકી લગાવતા હોય અને પાર્સલ લેવા ઊભા હોય ત્યારે પાછળ વાહનો ની કતારો થઈ જાય છે ત્યારે બે દિવસ પહેલા આ સ્થળે બસ પાછલ એક મોટરકાર નો અકસ્માત થયેલ..
ત્યારે આવા દુકાન ની આગળ મોટા થડા ઓ ઓટલાઓ બહાર કાઢી ગેરકાયદેસર દબાણો ને લઈ હાઇવે રોડ અકસ્માત ની ઘટનાઓ બનતી હોય છે ત્યારે તાજેતરમાં સિહોર વડલા ચોક ખાતે એક લોડીંગ ટ્રક દ્વારા એક એક્ટિવાચાલક સાથે અકસ્માત સર્જાતા કમકમાટી ભર્યું મહિલા નું મોત નીપજ્યું હતું. આજરોજ સિહોર ના સામાજીક કાર્યકર અને પત્રકારો હરીશભાઈ પવાર અને કેશુભાઇ સોલંકી દ્વારા સિહોર પ્રાંત અધિકારી શ્રી કચેરી ખાતે લેખિત રજૂઆત કરવા સાથે જણાવેલ કે સિહોર દાદાની વાવ થી લઈ ગરિબશાપીર સુધી અલગ અલગ સ્થળે બમ્પ મુકવા જેમાં ડેન્ટોબેક , દાદાની વાવ, મામલતદાર કચેરી, ટાવર ચોક,વડલા ચોક , ટાણા ચોકડી,તેમજ રેસ્ટહાઉસ સુધી રેડિયમ સાથે બમ્પ મુકવા ની રજૂઆત કરવામાં આવી છે. વધુ માં આવા બમ્પો વરતેજ ના રંગોલી પાર્ક થી લઈ વરતેજ બસ સ્ટેન્ડ સુધી ૭ થી વધુ બમ્પ વર્ષો થી મૂકેલા છે તો આ બાબતે સિહોર માં કેમ બમ્પ ન મૂકી શકાય ??? તો આ બાબતે તાત્કાલિક ધોરણે રેડિયમ સાથે બમ્પ કરવા લેખિત રજૂઆત કરવામાં આવેલ છે.