Gujarat
તંત્રના પાપે 9 લાખ યુવાનોના સપના રોળાયાં ; સરકાર માફી માંગે ; જયદીપસિંહ ગોહિલ
દેવરાજ
જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા જયદીપસિંહ ગોહિલએ ભાજપ પર યુવાઓના ભવિષ્ય ફોડવાનું કાવતરું રચ્યાનો લગાવ્યો આક્ષેપ – ભૂપેન્દ્ર પટેલ સરકારને 156 સિટ મળતા અભિમાન આવી ગયું ; જયદીપસિંહ ગોહિલનો ટોણો
રાજ્યમાં ફરી 9 લાખ જેટલા ઉમેદવારોની સપના ધૂળમાં રોળાયા છે કારણે કે, રાજ્યમાં જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષાના પેપર લીક થતા પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. આજે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જૂનિયર ક્લાર્ક માટે પરીક્ષા લેવાની જાહેરાત કરેલી હોય વિદ્યાર્થીઓ રાજ્યભરમાંથી પરીક્ષા માટે સેન્ટર પર જવા નીકળી ગયા હતા. પરંતુ વહેલી સવારે રાજ્ય પંચાયત સેવા પસંદગી મંડળી પરીક્ષાનું પેપર લીક થયાની માહિતી મળતા પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના પગલે વિદ્યાર્થીઓમાં આક્રોશ ફાટી નિકળ્યો હતો.
જેમાં વિવિધ શહેરમાં ઉમેદવારો રસ્તા પર ઉતરી ચક્કાજામ અને રોષ પ્રગટ કરતા જોવા મળી રહ્યા છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રહેતા જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા અને નેતા જયદીપસિંહએ ભાજપ પર યુવાઓના ભવિષ્ય ફોડવાનું કાવતરું રચવામાં આવ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. જયદીપસિંહએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, પાછલા વર્ષોમાં પણ પેપર ફોડવાની પરંપરા રહેલી છે.
ચૂંટણી આવી તે સમયે પણ કોંગ્રેસે પેપર ફોડ સરકારને ઘર ભેગી કરવા યુવાનોને અપીલ કરી હતી. પરંતુ યુવાનો નરેન્દ્ર મોદી અને અમિત શાહની વાતોમાં આવી ગયા હતા. વધુમાં કહ્યું કે, ભૂપેન્દ્ર પટેલ સરકારને 156 સિટ મળતા અભિમાન આવી ગયું છે. ભાજપ સરકાર દ્વારા પેપર ફોડીને પોતાના મળતીયાવોને નોકરીમાં ઘુસાડવાનું કાવતરું રચવામાં આવ્યુ છે. છેલ્લા 25 વર્ષથી લાગવગ અને પૈસાથી ગુજરાતમાં ભાજપ સરકારમાં નોકરી મળે છે.
તેઓ આરોપ જયદીપસિંહએ કર્યો હતો રાજ્ય સરકારને આડેહાથ લેતા વધુમાં કહ્યું હતું કે, એક એવી પરીક્ષા જણાવો સરકાર સારી રીતે લઈ શક્યા હોય, અને જે લઈ શક્યા હોય તેમાં પણ શંકા ઉપજી ન હોય. વધુમાં તેમણે આ મામલાની તપાસ માટે નિવૃત ન્યાયાધીશની આગેવાનીમાં કમિટી બનાવી તપાસની માગણી કરી હતી. ગુજરાતમાં છાસવારે પેપર ફૂટ રહ્યાં છે અને યુવાનોના ભવિષ્ય રગદોડાઈ રહ્યાં છે. મારી ગૃહમંત્રીને અપિલ છે કે, પ્રેસવાર્તાઓ કરી વાતો નહીં કરી કાર્યવાહી કરો, કારણ કે આ મિલીભગતની રાજનિતી છે અને રાક્ષસો તાંડવ કરી પેપર ફોડી રહ્યા છે. વધુંમાં તેમણે જણાવ્યું આ સરકારની સૌથી મોટી નાકામયબી કહી શકાય અને સરકાર યુવાનોની માફી માંગે તેવી માંગ જયદીપસિંહે કરી છે