Offbeat
OMG! ફ્લાઇટમાં જે સીટની બુકિંગ કરી, તે હતીજ નહિ; મુસાફરોએ મચાવ્યો હોબાળો
શું તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે તમે ફ્લાઈટમાં ટિકિટ બુક કરાવી હોય, પરંતુ પ્લેનની અંદર પહોંચ્યા પછી ખબર પડી કે તમે જે સીટ બુક કરી છે તે વાસ્તવમાં ત્યાં નથી. આ સામાન્ય રીતે થતું નથી. ઓછામાં ઓછા ભારતમાં આવા કિસ્સા સામે આવ્યા નથી. પરંતુ આવો જ એક ચોંકાવનારો કિસ્સો બ્રિટનના સ્ટેનસ્ટેડ એરપોર્ટ પરથી સામે આવ્યો છે.
બ્રિટિશ અખબાર ડેઈલી સ્ટાર અનુસાર, 62 વર્ષીય ગેરી હેરિંગ્ટનએ 21 ઓક્ટોબર માટે રેયાન એરલાઈન્સમાં ટિકિટ બુક કરાવી હતી. તે સ્ટેનસ્ટેડ એરપોર્ટથી ડબલિન જવાનો હતો. તેણે 35મી હરોળમાં ટિકિટ લીધી હતી. આ રો માટે ઘણા વધુ મુસાફરોએ ટિકિટ બુક કરાવી હતી. પરંતુ આ ફ્લાઈટની અંદર પહોંચ્યા પછી ખબર પડી કે તેમાં સીટોની માત્ર 33 રો છે.
મુસાફરોનો હોબાળો
ગેરીએ આ ઘટનાને લઈને ફેસબુક પર એક વીડિયો પણ શેર કર્યો છે. આમાં તેની સાથે અન્ય આઠ મુસાફરો પણ જોવા મળી રહ્યા છે. તે બધા એરલાઇનના ક્રૂ સાથે સીટને લઈને દલીલ કરી રહ્યા હતા. હેરિંગ્ટન વીડિયોમાં કહી રહ્યા છે કે તેઓ બધાએ ટિકિટ માટે પૈસા ચૂકવ્યા હતા. પરંતુ તેમ છતાં તેમને બેઠક ન મળી. બાદમાં તમામ મુસાફરોને હોટલમાં બેસાડવામાં આવ્યા હતા. આ સિવાય તેને 250 પાઉન્ડ એટલે કે લગભગ 23 હજાર રૂપિયા પણ આપવામાં આવ્યા હતા.
એરલાઈનની સફાઈ
Ryanairના પ્રવક્તાએ બાદમાં જણાવ્યું હતું કે ફેરફારને કારણે લંડન સ્ટેન્સ્ટેડથી ડબલિન (21 ઓક્ટોબર) ફ્લાઇટમાં કેટલાક મુસાફરોને બીજા દિવસે અન્ય ફ્લાઇટ્સ પર ખસેડવામાં આવ્યા હતા. વાસ્તવમાં નાનું પ્લેન મોકલવાને કારણે ઘણા લોકો તેમાં ચઢી શક્યા ન હતા.