Sihor
સિહોર ખરીદ વેચાણ સંઘમાં પ્રમુખ ઉ.પ્રમુખ બિનહરીફ ચૂંટાયા

દેવરાજ
રમેશભાઈ રાઠોડ પ્રમુખ તરીકે, બળદેવસિંહ ઉપ્રમુખ તરીકે ચૂંટાયા
સિહોર ખાતે આજરોજ ખરીદ વેચાણ સંઘ મંડળીની ચૂંટણી યોજાઈ હતી જેમાં રમેશભાઈ રાઠોડ બળદેવસિંહ ગોહિલ બંને બિનહરીફ ચૂંટાયા છે. ખરીદ વેચાણ સંઘ સિહોર મંડળીની આજરોજ ચૂંટણી યોજાઈ હતી. સિહોર મામલતદાર કચેરીના મામલતદાર જોગસિંહ દરબારના અધ્યક્ષસ્થાને આ ચૂંટણીનું આયોજન થયું હતું.
ચૂંટણીમાં રમેશભાઈ બોઘાજીભાઈ રાઠોડ ખરીદ વેચાણ સંઘ મંડળીના પ્રમુખ તરીકે તેમજ બળદેવસિંહ નટવરસિંહ ગોહિલ ખરીદ વેચાણ સંઘ મંડળીના ઉપપ્રમુખ તરીકે બંને ની બીન હરીફ વરણી કરવામાં આવી હતી.
આ વરણી કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ ભાવનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભરતભાઈ મેર નાનુભાઈ ડાખરા કાળુભાઈ ચૌહાણ મામલતદાર કચેરીના મામલતદાર અધિકારી જોગસિંહ દરબાર વગેરે ડાયરેક્ટરો અને સભાસદશ્રીઓ હાજર રહ્યા હતા.
અને નિર્વિઘ્ને આ ચૂંટણી પૂર્ણ થઈ હતી જેમાં વાઇસ ચેરમેન તરીકે બંને મહાનુભવો પણ ઉપસ્થિત રહ્યા હતા, નવા નિમાયેલા પ્રમુખ ઉ.પ્રમુખ રમેશભાઈ રાઠોડ બળદેવસિંહને મોઢા મીઠા કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી