Sihor
શિયાળાની ઠંડીના પગલે ગરમ વસ્ત્રોની બજાર ધમધમી ઉઠી

બુધેલીયા
- સિહોર શહેર સહિત જિલ્લામાં ફૂટપાથ પર ઠેર ઠેર ગરમ વસ્ત્રોના પથારા, ખરીદી માટે ભારે ભીડ
સિહોર સહિત જિલ્લામાં શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી વધી રહી છે. શિયાળાની સિઝન શરૂ થતાં જ શહેરમાં ફૂટપાથ ઉપર ગરમ વસ્ત્રોના બજાર ધમધમી ઉઠયાં છે. ડીસેમ્બરમાં ગુલાબી ઠંડીનો ચમકારો વધતો હોય છે.ચરોતરમાં ધીમે ધીમે ઠંડી પોતાનો મીજાજ બતાવી રહી છે. ઠંડીનું મોજું ફરી વળતાં સમગ્ર વિસ્તાર ઠંડોગાર બન્યો છે. ઠંડીનું પ્રમાણ વધતાં લોકો રક્ષણ મેળવવા ગરમ કપડા સહિત જેકેટ પહેરી ફરતા જોવા મળી રહ્યા છે. શિયાળાની કડકડતી ઠંડી શરૂ થતાં ગરમ વસ્ત્રોના વેચાણમાં વધારો થયો છે. દર વર્ષે તિબેટિયન લોકો શિયાળાની સિઝન શરૂ થતાં જ ગરમ વસ્ત્રો વેચવા આવતાં હોય છે.
આ પરપ્રાંતીયો જિલ્લામાં અનેક જગ્યાએ સ્ટોલ ખોલી દીધા છે. આ તિબેટિયન, પરપ્રાંતીય વેપારીઓ લોકો સ્વેટર, જેકેટ, ઊનની ટોપી સહિત ગરમ કપડાંનું વેચાણ કરી રહ્યા છે. જિલ્લા વાસીઓ પણ આવા ગરમ વસ્ત્રો ખરીદી ઠંડી સામે રક્ષણ મેળવી રહ્યા છે. આમ ગરમ વસ્ત્રોના બજારમાં ખરીદી માટે ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. આ સાથે ઠંડીથી બચવા ગામમા રોડ પર તાપણાં સળગાવી ઠંડી સામે લોકો રક્ષણ મેળવી રહ્યા છે. ડીસેમ્બરના છેલ્લા વીકમા તીવ્ર ઠંડી તેનો અસલ મીજાજ દેખાડશે. ગુલાબી ઠંડીનો અહેસાસ થતાં જિલ્લા વાસીઓ ફીટનેસ માટે વસાણા તેમજ ગરમ ખાદ્ય ચિજવસ્તુઓની ખરીદીમાં પણ વધારો થયો છે. શિયાળાની રૂતુમાં દાતાઓ ગરીબ તેમજ ખુલ્લામાં આશરો લેતાં નિરાધાર લોકોને તેમજ શાળાઓમાં ગરમ વસ્ત્રો, ધાબળા વિતરણ કરતાં હોય છે.