Connect with us

Sihor

ભકિતમાં માનવી જેટલો રાંક થાય તેટલી તેના હૃદયની અમીરાત વધે છે ; નરેશભાઈ શાસ્ત્રીજી

Published

on

The higher a man's rank in Bhakti, the greater the nobility of his heart; Nareshbhai Shastriji

કુવાડિયા

ભાગવત કથાના અંતિમ દિવસે સુદામા ચરિત્રના માધ્યમથી સાચી મિત્રતાની વ્યાખ્યા સમજાવાઇ, છેલ્લા સાત દિવસથી સિહોરમાં ચાલતી અત્યંત ધાર્મિકમય વાતાવરણમાં કથાકાર નરેશભાઈ શાસ્ત્રીજીના સાનિધ્યમાં કથા પૂર્ણ થઈ, કથાથી સમગ્ર શહેરમાં ભારે ધાર્મિકમય વાતાવરણ ફેલાયું, અંતિમ દિવસે કથા મંડપ ભાવવિભોર બન્યો

The higher a man's rank in Bhakti, the greater the nobility of his heart; Nareshbhai Shastriji

સિહોર શહેરની ભાગોળે રેલવે સ્ટેશન રોડ આવેલ શ્રી ચિથરીયા હનુમાનજી મંદિર ખાતે લોક કલ્યાણ અને કોરોના સમયે મૃત્યુ પામનાર લોકોના મોક્ષર્થે ગત તા.૨૯થી સુપ્રસિધ્‍ધ કથાકાર નરેશભાઈ શાસ્ત્રીજીના વ્‍યાસાસને શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ થયો હતો. કથામાં નૃસિંહ જન્‍મ, રામજન્‍મ, કૃષ્‍ણજન્‍મ, રૂકમણી વિવાહ રાસલીલા વગેરે પ્રસંગો ધામધુમથી ઉજવાયા હતા.

The higher a man's rank in Bhakti, the greater the nobility of his heart; Nareshbhai Shastriji

કથામાં પ્રતિદિન શહેરના નામાંકીત શ્રેષ્‍ઠીઓ એ ઉપસ્‍થિત રહીને કથાશ્રવણ કર્યુ હતુ. પ્રતિદિન હજારો ભાવિકોએ કથાશ્રવણ કરીને મહાપ્રસાદ લીધો હતો સિહોરમાં ચાલી રહેલી શ્રીમદ ભગવત કથાના કથાકાર નરેશભાઈ શાસ્ત્રીજીએ કથાનો મહિમાનો લાભ સમગ્ર શહેરીજનોએ લીધો હતો. યોજાયેલી ભાગવત કથામાં ભાગવત લક્ષી પ્રાપ્તો અર્થોની સમજાવટ બાદ ભવ્ય રાશલીલા શ્રીકૃષ્ણ લીલા ઉજવવામાં આવી હતી, શહેરીજનોની આંખોમાં ભકિત રસની મહીમા જોવાઈ હતી અનેક શહેરના મહાનુભવો દ્વારા કથાનું રસપાન તેનો લાભ લેવાયો હતો.

The higher a man's rank in Bhakti, the greater the nobility of his heart; Nareshbhai Shastriji

છેલ્લા સાત દિવસથી કાર્યરત ભાગવત કથા આજે સંપૂર્ણ થશે. કથા પારાયણ સંપૂર્ણ સફળ રહેવા પામી હતી ભાગવત ગીતા રામાયણ ના અધ્યયનો નાપઠન અને ધાર્મિક વિસ્તૃત માહીતી શ્રોતાજનો સમક્ષ મુકાઈ હતી. શહેર સહિત સમગ્ર પંથકની જનતાએ અનેરો લ્હાવો લીધો હતો. કથાકાર શાસ્ત્રીજીએ પોતાની અંલકારી શબ્દોમાં શ્રીમદ ભાગવત ગીતાની વાણી સ્વૈર્ધ્ય સ્વરૂપે શ્રોતાજનો સમક્ષ તરતી મુકી હતી. આમ શહેરમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ સંપૂર્ણ રીતે સફળ રહયો હતો.

Advertisement

The higher a man's rank in Bhakti, the greater the nobility of his heart; Nareshbhai Shastriji

ભાગવત સપ્તાહમાં આવતા શ્રીકૃષ્ણ રૂકિમણી વિવાહ પ્રસંગની ઉજવણી કરી હતી. કથાના અંતિમ દિવસે નરેશભાઈ શાસ્ત્રીજીએ શ્રી કૃષ્‍ણના ૧૬૧૦૦ કન્‍યાઓ સાથેના વિવાદ, ભૌમાસુરનો વધ  દ્વારીકાધીશના વંશનું વર્ણન વગેરે વિશે સુંદર રજુઆત કરીને દ્વારીકાધીશ તથા બાણાસુરના સંગ્રામની કથા કહીને ઓખાહરણનું વર્ણન કર્યું હતું. શ્રી કૃષ્‍ણના બાળમિત્ર સુદામાની કથા દ્વારા પવિત્ર સુદામા ચરિત્રનું વર્ણન કરતા જણાવ્‍યુ હતુ કે ભકિતમાં માનવી જેટલો રાંક થાય તેટલી તેની હૃદયની અમીરાત વધે છે. વધુમાં જણાવ્‍યુ હતુ કે શ્રીમદ ભાગવત એ મુકિતદાતા શાષા છે. નામ સંર્કિતનો મહિમા જણાવીને કથાના અંતમાં પૂ.શ્રી ચિથરીયા હનુમાનજી બાપુની વંદના કરીને ભાગવત કથાની પુર્ણાહુતિ કરી હતી.

Continue Reading
Advertisement
error: Content is protected !!