Connect with us

Sihor

સિહોરના રાજપરા ખોડિયાર તળાવના દરવાજાઓ તત્કાલ વેલ્ડીંગ ખોલી દયો અન્યથા મોટી નુકશાની થવાની દહેશત

Published

on

The gates of Rajpara Khodiyar lake in Sihore were immediately opened by welding otherwise there is fear of major damage.

Devraj

તળાવ ભરાય જાય તો રાજપરા, ખાખરીયા, ભોળાદ, નેસડા, ઉંડવી, ભોજપરા વિસ્તારોમાં મોટી ખુવારી સર્જાય શકે, તળાવના દરવાજાઓ વેલ્ડીંગ મારી બંધ કરી દેવાયા છે જેને ખોલવા જરૂરી છે અન્યથા મોટી નુકશાની થવાની દહેશત વ્યક્ત કરતા કાળુભાઈ ચૌહાણ

The gates of Rajpara Khodiyar lake in Sihore were immediately opened by welding otherwise there is fear of major damage.

સિહોરના રાજપરા(ખોડીયાર) ગામે આવેલ તળાવના દરવાજાને વેલ્ડીંગ મારી બંધ કરવાની માંગ ભાજપના આગેવાન કાળુભાઈ ચૌહાણે કરીને ઉચ્ચ સ્તરે રજુઆત કરી છે સિહોર તાલુકાના રાજપરા(ખોડીયાર) ગામે ખોડીયાર તળાવ આવેલ છે. જેની સપાટી આશરે ૩૨ ફુટ જેવી છે. જેનું સંચાલન ભાવનગર મહાનગર પાલિકા દ્વારા થાય છે.

The gates of Rajpara Khodiyar lake in Sihore were immediately opened by welding otherwise there is fear of major damage.

જેમાં તળાવના નીચેના ભાગમાં ૪૫ આસપાસ દરવાજાઓ આવેલા છે. જેમાં કોઇ અજાણ્યા શખ્સો દ્વારા દરવાજાના વજનીયા ઉતારી લેવામાં આવેલ છે. અને દરવાજાને વેલ્ડીંગ મારીને બંધ કરેલ છે. જો ઉપરવાસમાં સારો વરસાદ થાય તથા તળાવ ભરાય જાય તો નીચેના ગામો જેમ કે, રાજપરા(ખો), ખાખરીયા, ભોળાદ, નેસડા, ઉંડવી, ભોજપરા જેવા ગામોમાં ખુબ જ મોટા પ્રમાણમાં જાન-માલને તથા માણસોને નુકશાન થાય તો તેની જવાબદારી કોની ? યોગ્ય નીર્ણય કરાવી આગળની કાર્યવાહી તાત્કાલીક હાથ ધરાવા કાળુભાઈ ચૌહાણે માંગ કરીને ઉચ્ચ સ્તરે રજુઆત કરી છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!