Connect with us

Sihor

સિહોર ખાતે સ્મશાનમાં લાખોના ખર્ચે બનાવેલ ગેસ ભઠ્ઠી બંધ હાલતમાં

Published

on

The gas furnace built at the cost of lakhs in the crematorium at Sihore remains closed

પવાર

  • સત્વરે સ્મશાન ગૃહમાં ગેસભઠ્ઠી શરૂ કરવા લોકોની માંગણી

સિહોર શહેરના મુખ્ય સ્મશાન ખાતે લાખોના ખર્ચે બનાવેલ અદ્યતન ગેસ ભઠ્ઠી છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં રહેતા સ્થાનિકોને અનેક તકલીફોનો સામનો કરવાનો વારો આવ્યો છે. સિહોર સ્મશાન ગૃહમાં બંધ રહેલી ગેસભઠ્ઠીના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. આથી આ વ્યવસ્થા ઝડપથી ચાલુ કરવામાં આવે તેવી માંગણી થઈ રહી છે.

The gas furnace built at the cost of lakhs in the crematorium at Sihore remains closed

શહેરના મોક્ષધામમાં લાખો રૂપિયાના ખર્ચે ગેસ ભઠ્ઠીની સુવિધાઓ ઉભી કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ સ્મશાન ગૃહમાં ગેસની ભઠ્ઠી બંધ હાલતમાં હોવાથી લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. જો કે હાલમાં આવતા મૃતકોનાં મૃતદેહને લાકડા સહારે અંતિમ વિધી કરવામાં આવે છે.પરંતુ કેટલીક વાર શહેરમાંથી ચાર થી મૃતકોની અંતિમ વિધી માટે આવતા મૃતદેહ માટે મુશ્કેલી ઉભી થાય છે.

The gas furnace built at the cost of lakhs in the crematorium at Sihore remains closed

અને ચોમાસા માં ખુબ જ હાડમારી ભોગવી પડે છે ત્યારે બે થી વધુ હોય અને લાકડા પણ વરસાદ થી પલળી ગયા હોય ત્યારે પરેશાની ભોગવી પડે છે.પરંતુ આ સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે ગેસભઠ્ઠીની સુવિધા હોવા છતા તે બંધ હોવાના કારણે કંઇ ઉપયોગ થતો નથી. ત્યારે સત્વરે સ્મશાન ગૃહમાં ગેસભઠ્ઠી શરૂ કરવા લોકોની માંગણી પ્રબળ બની છે.  વધુ માં સ્મશાનધામ કુદરતી હાજતે જવા માટે નથી શોચાલાય કે નથી ટોયલેટ આ બાબતે સંસ્થાની કમિટી દ્વારા યોગ્ય કરવા લોક માંગણી છે

Continue Reading
Advertisement
error: Content is protected !!