Sihor
સિહોરના હત્યાના ગુનામાં ફરાર આરોપી આખરે ઝડપાયો ; 4 વર્ષથી હાથતાળી આપતો હતો – તેના માથે 10હજારનું ઇનામ હતું
પવાર
ભાવનગર,એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને સિહોર પો.સ્ટે. સને-૨૦૧૯માં નોંધાયેલ હત્યાનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી ડોંગરસિંહ ઉર્ફે કૈલાશ મગનસિંહ ભીલ (રહે.ખડકી ભમોરી જી.ધાર રાજય-મધ્યપ્રદેશ) મધ્યપ્રદેશમાં હોવાની મળેલ માહિતી આધારે મધ્ય પ્રદેશ રાજયમાં જઇ ઉંડાણપુર્વક તપાસ કરતાં આરોપી હાલ-જામનગર જિલ્લાનાં ધ્રોલ તાલુકાનાં ખારવા ગામે વાડીમાં ભાગ રાખી કામ કરે છે. જે માહિતી આધારે ખારવા ગામે તપાસ કરતાં નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવેલ. તેને હસ્તગત કરી આગળની તપાસ થવા માટે ભાવનગર, શિહોર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ. કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. બી.એચ.શીંગરખીયા, પી.બી.જેબલીયા, પી.આર.સરવૈયા સ્ટાફનાં હિરેનભાઇ સોલંકી, નિતીનભાઇ ખટાણા,બીજલભાઇ કરમટીયા, શકિતસિંહ સરવૈયા, ડ્રાયવર પરેશભાઇ પટેલ, પ્રજ્ઞેશભાઇ પંડયા જોડાયા હતા
ટોપ-૧૦ નાસતાં-ફરતાં આરોપીઓમાં સામેલ હતો આરોપી
ગુજરાત સરકાર , ગૃહ વિભાગનાં ઠરાવ સંદર્ભે નાસતાં-ફરતાં આરોપીઓને ઝડપી પાડનારને રોકડમાં ઇનામ આપવા અંગે જાહેરાત કરવામાં આવેલ. જે અંગે પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. રવિન્દ્ર પટેલએ ભાવનગર જિલ્લાનાં ટોપ-૧૦ નાસતાં-ફરતાં આરોપીઓની યાદી બહાર પાડી તેઓને પકડનારને રૂ.૧૦,૦૦૦/-નાં રોકડ ઇનામની જાહેરાત કરી કરાઈ હતી