Sihor
સિહોર તાલુકાના વળાવડ ગામની પ્રાથમિક શાળાનો સ્થાપના દિવસ ઉત્સાહભેર ઉજવાયો
ખાનગી શાળાને પણ પાછળ મુક્તિ વલાવડની સરકારી પ્રાથમિક શાળા, ૬૮માં સ્થાપના દિવસે અદ્ભૂત અને રંગારંગ કાર્યક્રમો વચ્ચે સ્થાપના દિવસની ભવ્ય રીતે ઉજવણી.
ખાનગી શાળાઓનું મહત્વ વધારવા તેમજ તેમના ઘરો ભરવા માટે થઈને સરકારી શાળાઓ ને પડતી મુકવામાં આવી હોય તેવી સ્થતિ થઈ ગઈ છે. પરંતુ સિહોરના વળાવડ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ખાનગી શાળા કરતા સારી સગવડો ગ્રામજનો અને ભુતપૂર્વ વિધાર્થીઓ દ્વારા કરવામાં આવેલ છે. જેમાં શાળાના ૬૮માં સ્થાપના દિવસની ઉત્સાભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સિહોર તાલુકા વિકાસ અધિકારી ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના નવા કામો માટે થઈને અઢી લાખનું દાન ગ્રામજનો દ્વારા એકત્ર કરવામાં આવ્યું હતું. તાલુકાની પ્રાથમિક શાળા વળાવડના સ્થાપના દિન રંગારંગ વિકાસ અધિકારીની અધ્યક્ષતા માં ઉજવણી થઈ ૬૮ વર્ષથી અવિરત કેળવણી માટે અદાનું સ્થાન ધરાવતી પ્રાથમિક શાળા વાર્ષિક ઉત્સવ આ ત્રિવિધ કાર્યક્રમ ત્રિવેણી રંગમંચમાં શાળાના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી.
બાળકો દ્વારા ખૂબ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા શાળા આચાર્ય પદમાબેન અને સમગ્ર શાળા પરિવારનું બેનમૂન વ્યવસ્થા સાથે શાળા સ્થાપના દિનની ઉજવણી પ્રસંગે શાળાના સ્મરણો સિદ્ધિ ઓથી સર્વને અવગત કરતા શિક્ષકશ્રી ઓ દ્વારા ભૂતપૂર્વ વિદ્યાર્થી ઓ સહિતની વિસ્તૃત નોંધ સાથે ૬૮ વર્ષથી પહેલા થી લઇ આધુનિક પ્રાથમિક શાળાના શિક્ષણ સુધીની વિદ્યાયાત્રાના વર્ણન સાથે અદભુત શોર્ય સાહસ સંસ્કાર શિક્ષણ દેશપ્રેમએ ઝાંખી કરાવતી સાંસ્કૃતિક કૃષિઓની હજારો શ્રોતા વાલી ઓને અભિભૂત અને આફરીન કરતા મુક અભિનયો સાથે સુંદર સદેશ આપતા બાળકોએ ઉત્સવમાં ઉત્તમ દેખાવ બદલ મહાનુભાવોના વરદહસ્તે પ્રોત્સાહિત કરાયા હતા આ કાર્યક્રમમાં શાળાના તમામ શિક્ષક ભાઇબહેનો, વિદ્યાર્થીઓ, વાલી શ્રીઓએ ખૂબ મહેનત કરી હતી. કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. શાળાના આચાર્ય પદ્માબેન હરેશભાઇ જોષી સ્ટાફ તેમજ સરપંચ સુરાભાઈ કર્મટિયા દ્વારા જહેમત ઉઠવામાં આવી હતી