Sihor
સિહોર શહેરમાં તુલસીવિવાહ પર્વની આસ્થા ઉમંગપૂર્ણ ઉજવણી કરાઈ
પવાર
- શ્રદ્ધાળુ પરિવારો, વૈષ્ણવ હવેલીઓ, મંદિરોમા ભગવાન શાલીગ્રામબવૃંદાના વિવાહમાં શ્રદ્ધાનો આવિર્ભાવ વર્તાયો
સિહોર શહેરમાં આજે શનિવારે દેવ ઉઠી અગિયારસ તુલસી વિવાહના પાવન પર્વે શ્રદ્ધાળુ પરિવારો, વૈષ્ણવ હવેલીઓ, મંદિરોમાં ભગવાન શાલિગ્રામ વૃંદાજીના લગ્ન યોજાયા હતા શુભમુર્હુતમા શાસ્ત્રોક્ત વિધી અનુસાર ભુદેવો દ્વારા ઉચ્ચારાતા સ્વસ્તિ વચન વચ્ચે ભગવાનના લગ્નપ્રસંગના શુભપર્વનો આસ્થાળુઓએ લ્હાવો લઇને ધન્ય થયાની અનુભૂતિ માણી હતી. સિહોરમાં વિશેષ પર્વોની તેના ધાર્મિક, સામાજીક અને સાંસ્કૃત્તિક મહત્વ અનુસાર ઉજવણી કરવામા આવે છે.
ત્યારે પ્રબોધિની દેવઉઠી અગિયારસ પર્વે તુલસીવિવાહના મહાત્મ્યને ધ્યાને લઇને ધાર્મિકતાનો માહોલ છવાયો હતો. સંધ્યા બાદ શુભ મુર્હુતમાં આસ્થાળુ પરિવારો, વૈષ્ણવ હવેલીઓ, મંદિરોમાં તુલસીવિવાહનુ આયોજન કરાયુ હોઇ મંદિરો ધાર્મિક સ્થળોને શણગાર, રોશનીથી સુશોભિત કરાયા હતા. સાથોસાથ ભાવિકજનો ઉપર અબીલ ગુલાલની છોળા ઉડાડી, સુગંધિત દ્વવ્યોનો છંટકાવ કરીને વાતાવરણને વધુ પાવન કરાયુ હતું શુભ ચોઘડિયામાં, માંગલિક સ્ત્રોતો-સ્તવનો વચ્ચે ભગવાન શાલિગ્રામની પ્રતિમા અને તુલસીજીને સામાજીક લગ્નોની જેમ તમામ વિધી પૂર્ણ કર્યા બાદ લગ્ન વિવાહ સંપન્ન કરવામા આવ્યા.
ઉપરાંત કેટલાક શ્રદ્ધાળુઓ દ્વારા કપડા, પહેરામણી, આભુષણો, મોસાળા-જાનની રીતરસમ નિભાવીને તેમજ ભાવિકોએ શુભઘડીના દર્શન કરીને ધન્યતાની અનુભૂતિ માણી હતી. ભવ્ય આતશબાજી, શાલિગ્રામ-તુલસીના જયનાદે વાતાવરણ ગુંજી ઉઠયુ હતું.