Connect with us

Bhavnagar

વરતેજના ખેડૂતે બાગાયતી ખેતી કરી બમણી આવકના સુત્રને સાર્થક કર્યું.

Published

on

the-farmer-of-varatej-made-horticulture-a-double-source-of-income

બરફવાળા

સિઝનના રેગ્યુલર પાકની સાથે તેમને પાંચ વિધામાં દાડમની ખેતી કરી છે, ૫૧૦ દાડમના વૃક્ષમાં મબલક પાક લહેરાય રહ્યો છે, પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લઇ રહ્યા છે, વાર્ષિક એક વિધા દીઠ ૫૦૦૦૦ થી ૧૦૦૦૦૦ રૂ.ની આવક મેળવી રહ્યા છે.

આજના આધુનિક યુગમાં ખેડૂત પણ હવે મોર્ડન અને પ્રાકૃતિક પધ્ધતિ ખેતી તરફ વળી સરકારની વિવિધ ખેતીની યોજનાઓ થકી ખેતી કરી વધુ પાક સાથે સમૃદ્ધ બની રહ્યા છે. ત્યારે ભાવનગરના વરતેજના એક ખેડૂતે પોતાના ખેતરમાં પાંચ વિધામાં દાડમની ખેતી કરી ભારે માવજત સાથે મબલક પાક મેળવી રહ્યા છે અને સાથે સાથે સમૃદ્ધિ તરફ આગળ વધી લોકો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે. વરતેજ ગામના ભગવાનભાઈ નામના ખેડૂત કે જે વારસાગત પોતાની ખેતીને સાંભળી તો રહ્યા છે પરંતુ સાથે સાથે આધુનિક ખેતીની પધ્ધતિ અપનાવી શિયાળુ-ઉનાળુ અને ચોમાસું પાકની સાથે-સાથે વિવિધ ફ્રુટની ખેતી કરી લોકો માટે એક ઉદાહરણરૂપ ખેડૂત બની રહ્યા છે. તેમની ૨૩ વિધા ખેતીમાં તેઓ અનેક પ્રકારના ફળોનું વાવતેર કરી રહ્યા છે

પરંતુ ખાસ તેમણે પાંચ વિધામાં ૮*૧૨ ફૂટનો બે વૃક્ષ વચ્ચે ગાળો રાખી ૫૧૦ જેટલા દાડમના વૃક્ષો વાવી તેનું પ્રાકૃતિક પદ્ધતિ ખેતી સાથે ટપક સિંચાઈ પધ્ધતિ અપનાવી મબલક પાક મેળવી રહ્યા છે. આંબે બહાર, હસ્ત બહાર જેવી ત્રણ બહારમાં દાડમના પાક લેવાય છે ત્યારે હાલ હસ્ત બહારમાં ૫૧૦ દાડમના વૃક્ષો પર ફળો ઝૂલી રહ્યા છે. આ ફળોના જયારે ફૂલ બેસે છે ત્યારથી ૩ મહિના સુધી તેની ખાસ માવજત ખેડૂત દ્વારા કરવામાં આવતી હોય છે ત્યારે ભગવાનભાઈએ પણ આ અંગેની ખાસ તકેદારી રાખી તેનું જતન કર્યું છે અને જેને પરિણામે આજે તમામ દાડમના વૃક્ષો પર ૧૦૦-૧૦૦ જેટલા ફાળો આવી રહ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી જયારે પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપી રહ્યા છે તેમજ રાજ્ય સરકાર ખેડૂતોને ખાસ બાગાયતી પાક માટે ખાસ સહાય આપી રહી છે ત્યારે આ તમામ નો લાભ લઇ ભગવાનભાઈ બાગાયતી ખેતી કરી વધુને વધુ સમૃદ્ધ બની રહ્યા છે જે ખેડૂતોની આવક ડબલ થવાનો ઉત્તમ નમૂનો છે. જેમાં અન્ય પાકો ની સાથે સાથે એક વિધા દીઠ ભગવાનભાઈ દાડમની ખેતી માંથી વાર્ષિક ૫૦૦૦૦ થી ૧૦૦૦૦૦ રૂ. સુધી કમાણી કરી રહ્યા છે.

Continue Reading
Advertisement
error: Content is protected !!