Connect with us

Sihor

શિયાળાની ઋુતુ દરમિયાન સિહોર ખાતે ખજૂરના દૂધની માંગ વધી

Published

on

the-demand-for-date-milk-at-sihore-increased-during-the-winter-season

પવાર

  • ઠંડીના ચમકારા વધતા ખજુરપાકની ડિમાન્ડમાં ઉછાળો આવ્યો, સમી સાંજથી મોડી રાત સુધી ખજૂરના દુધનું થતું વેચાણ

કમ્મરતોડ મોંઘવારીના કારણે દિન પ્રતિદિન વધી રહેલા પરિવહન ખર્ચ, ટ્રાન્સપોર્ટેશન તેમજ મજુરીખર્ચ વધી જતા સ્વાસ્થ્યવર્ધક શિયાળાની ઋુતુમાં સર્વોત્તમ ફળ ગણાતા ખજુરના ભાવમાં ઉછાળો આવ્યો છે તેમ છતાં સિહોરમાં આ સીઝન દરમિયાન ખજુરના દૂધની માંગ વધી છે, નવેમ્બર માસના અંતિમ સપ્તાહમાં હાલ ઠંડીની સીઝન ક્રમશ જામતા ખજુર, ખજુરનુ દૂધ અને ખજુરપાકના વેચાણમાં ઉછાળો આવ્યો છે. શિયાળાના પ્રારંભથી જ શહેરના મેઇન બજાર આંબેડકર ચોક વિસ્તારમાં ખજુરના દૂધના વેચાણકેન્દ્રો ધમધમવા માંડે છે.

જયાં દરરોજ સાંજથી મોડી રાત્રી સુધી સ્વાસ્થ્યપ્રેમીઓ, મિત્રવર્તુળ અને પરિવારજનો સાથે ઉમટી રહ્યા છે આગામી દિવસોમાં હજુ પણ ઠંડી વધવાની સંભાવના છે ત્યારે ખજુરનું દુધ અને ખજુરના પાકના વેચાણમાં ચોકકસપણે વધારો થશે. જયારે મીઠાઈ અને ફરસાણના વિક્રેતાઓ અન્ય શિયાળુપાકની સાથોસાથ ઓર્ડર મુજબ ખજુરના પાક પણ બનાવવાનું શરૂ કરી દે છે. આ ઉપરાંત ઘણા શહેરીજનો મહેમાનોની મહેમાનગતિ પણ ખજુરના દુધથી કરતા હોય છે.

error: Content is protected !!