Sihor
રફી-લત્તા-મુકેશ-કિશોરનો સંગમ…સિહોરના અમીન સોડા વાળાના ઘરે રાત્રે જૂના ગીતો વરસ્યા
Pvat
સિહોર કે સિતારે આયોજિત સૂર સાનિધ્યનો સુપર્બ કાર્યક્રમ યોજાયો, સિહોર કે સિતારેના કલાકારોએ જમાવટ પાડી દીધી
ગઇકાલની રાત સિહોર સૂરના સાનિધ્યમાં લપેટાઇ ગઈ હતી, સિહોર કે સિતારે આયોજિત સૂર સાંનિધ્ય ઇવેન્ટમાં રાત્રે જૂના ગીતોનો ત્રિવેણી સંગમ જેવો શ્રેષ્ઠત્તમ કાર્યક્રમ આયોજિત થયો હતો કાર્યક્રમના આયોજકો અને કલાકારો રફી સાહેબ અને લત્તા મુકેશનો આબેહુબ અવાજ ધરાવતા કલાકારોએ સિહોરવાસીઓને ડોલાવ્યા હતા.
જૂના ગીતોમાં મીઠાસ ખૂબ ભરી છે. આ ગીતો પ્રાર્થના સમાન છે. ઉત્તમસ્તરના ગીતકારો, સંગીતકારો અને ગાયકોએ ગહન સાધના થકી પ્રસાદીરૂપ આ ગીતો આપ્યા છે. દાયકાઓ બાદ પણ આ ગીતો લોકપ્રિય છે. જૂનું સંગીત તન-મન પર અસર કરે છે. ગીતો સાંભળનાર-ગાનારની દુનિયા બદલી જાય છે.
લતાજીના અવાજનો સૂરનો અનોખો રંગ રેલાયો હતો કાર્યક્રમ અમીન સોડા વાલાના ઘરે યોજાયો હતો જેમા ઉપસ્થિત સૌ કોઈને જમાવટ પડી ગઈ હતી.