Bhavnagar
ભાવનગર શહેર રાષ્ટ્રભક્તિના ઉમંગ અને ઉત્સાહનાં આ અવસરે હિંડોળે ચડ્યું
દેવરાજ
ભવ્યાતિભવ્ય તિરંગાયાત્રા, સમગ્ર શહેર દેશભક્તિનાં રંગે રંગાયું
ભાવનગરને આંગણે યોજાયેલી તિરંગા યાત્રામાં સમગ્ર ભાવનગર શહેર રાષ્ટ્રભક્તિના ઉમંગ અને ઉત્સાહના અવસરે હિલોળે ચડ્યું હતું. જ્યાં જુઓ ત્યાં તિરંગાના ત્રી-રંગો સમગ્ર શહેરની આભા અને શોભામાં જ્યારે વૃદ્ધિ કરી રહ્યાં હતાં. ‘તિરંગા હવાઓ સે નહીં, લેકિન વીરો કી સાંસો સે લહેરાતાં’ ની પ્રતીતિ કરાવતાં રાષ્ટ્રભક્તિથી તરબોળ એવી આ તિરંગા યાત્રાનો શુભારંભ મેયર શ્રીમતિ કીર્તિબાળા દાણીધારીયાએ એ.વી. સ્કૂલ ખાતેથી કરવામાં આવ્યો હતો.
ભાવેણાવાસીઓ તિરંગાયાત્રામાં મોટી સંખ્યામાં આન, બાન અને શાન સાથે આ તિરંગા યાત્રામાં જોડાયાં હતાં. આ તકે મેયર શ્રીમતિ કીર્તિબાળા દાણીધારીયાએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશ અને રાજ્ય આઝાદીનાં અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ત્રિરંગા યાત્રામાં જોડાવા લોકોમાં ખૂબ જ ઉત્સાહ દેખાઈ રહ્યો છે. ‘હર ઘર ત્રિરંગા’ લગાવવા દરેક નાગરિક માટે આનંદ અને ગૌરવની વાત છે.
આ યાત્રામાં સાંસદ શ્રીમતી ડો.ભારતીબેન શિયાળ, ધારાસભ્યશ્રી જીતુભાઇ વાઘાણી, ડેપ્યુટી મેયરશ્રી કૃણાલભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી ધીરૂભાઇ ધામેલીયા, જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતા, મ્યુનિસિપલ કમિશ્નરશ્રી એન. વી. ઉપાધ્યાય, નગરપાલિકાઓની કચેરીના પ્રાદેશિક કમિશનરશ્રી પી. જે. ભગદેવ, રેન્જ આઈ.જી. શ્રી ગૌતમભાઈ પરમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવા, જિલ્લા પોલીસ વડાશ્રી ડો. હર્ષદ પટેલ, શ્રી અભયસિંહ ચૌહાણ સાધુ સંતો તથા વિશાળ સંખ્યામાં ભાવેણાવાસીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.