Bhavnagar
મહાભારતના સંજય જેવી દ્રષ્ટિ ધરાવતા ભાવનગરના જીત ત્રિવેદીનું મુખ્યમંત્રીએ કર્યુ સન્માન
મિલન કુવાડિયા
જીત ત્રિવેદી બંધ આંખોથી જુએ છે આખી દુનિયા, ભાવનગરના વિશિષ્ટ પ્રતિભાવંત જીત ત્રિવેદીનુ મુખ્યમંત્રી દ્વારા સન્માન, ભાવનગરના જીત ત્રિવેદીએ બંધ આંખે અનેક વિશ્વ વિક્રમ સર્જયા છે
ભારત ઋષિ મુનિઓનો દેશ છે, કહેવાય છે કે ઋષિ મુનિઓ પોતાની તપસ્યાના બળથી માત્ર ક્ષણોમાં ગમે ત્યાં જઈ શકતા હતા, આધ્યાત્મિક શક્તિના જોરે કોઈ પણનું મન વાંચી શક્તા હતા, પરકાયા પ્રવેશ કરી શકતા હતા, સાધનાના બળથી તેઓ અનેક સિદ્ધિઓ હાંસલ કરતા હતા. આવો જ એક વિશિષ્ટ પ્રતિભા ધરાવતો વ્યક્તિ છે જીત ત્રિવેદી, જેણે અત્યાર ના આધુનિક સમયમાં ઋષિ મુનિઓ સમાન શક્તિઓ મેળવી છે. ભાવનગરનો જીત ત્રિવેદી કોઈ પણ વ્યક્તિનું મન વાંચી શકે છે, તે આંખે પાટા બાંધી કોઈ પણ વસ્તુને ઓળખી શકે છે, સાયકલ, સ્કૂટર કે કાર ચલાવી શકે છે, અને રમતો પણ રમી શકે છે. ભારતમાં ‘બ્લાઈન્ડ ફોલ્ડેડ વન્ડર બોય’ તરીકે પ્રખ્યાત જીત ત્રિવેદીએ આ સિવાય વિવિધ ક્ષેત્રમાં ૭ વર્લ્ડ રેકોર્ડ નોંધાવી વિશ્વ ફલક પર પોતાનું નામ ગુંજતું કરી દીધું છે.
ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા તેમનુ સન્માન કરવામા આવ્યું છે.જીતે આંખ બંધ રાખીને માત્ર 62 સેકન્ડમાં જ ચેસ બોર્ડ પર તમામ 32 મહોરા તેના સાચા સ્થાને ગોઠવી ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે, આવા અદભુત કહી શકાય એવો રેકોર્ડ નોંધાવનારા જીત ત્રિવેદીને તેની સિદ્ધિઓ બદલ ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સાલ ઓઢાડી સન્માનીત કરવામાં આવ્યો છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એ તેને વિશિષ્ટ પ્રતિભા ને લઈને શુભકામનાઓ પાઠવી હતી. જીત ત્રિવેદીએ મુખ્યમંત્રી સામે જ બંધ આંખે રુબિક ક્યુબ સોલ્વ કરી તેમનો ફોટા ની ઇમેજ ડેવલોપ કરીને તેમને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આઝાદ ભારતના અમૃતકાળમાં ભાવનગર કોર્પોરેશનની ૫૫ અને જીલ્લાની ૨૦ એમ કુલ ૭૫ શાળામાં ગણિત વિષયનો ડર કેમ દૂર કરવો તથા મેમરી પાવર કેમ વધારવો તેનું ૧૪,૦૦૦ થી વધારે વિદ્યાર્થીઓને નિ:શુલ્ક માર્ગદર્શન આપવાનું સરાહનીય કાર્ય બદલ જીત ત્રિવેદીને મુખ્યમંત્રીએ ખુબ ખુબ અભિનંદન આપ્યા હતા.