Connect with us

Sihor

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનાં કલાકાર સોઢી અને નેહા પટેલનો સિહોરમાં ભવ્ય રોડ શો યોજાયો

Published

on

Tarak Mehta Ka Oolta Chashma actors Sodhi and Neha Patel had a grand road show in Sihore.

પવાર ; બુધેલીયા

પરસોત્તમ સોલંકીના સમર્થનમાં ભવ્ય રોડ શો યોજાયો, સોઢીએ કહ્યું ‘બચ્ચોં કો લગતા હૈ ટીવી સે બહાર કૈસે’ આ ગયે ; તારક મહેતા ફેઇમ રોશનસિંઘ સોઢી અને ફિલ્મી કલાકાર નેહા પટેલના સિહોરમાં ભવ્ય રોડ શોને લોકો જોવા ઉમટી પડ્યા, 108 એમ્બ્યુલન્સ ઝડપથી જઈ શકે તે માટે રોડશો થોડીવાર રોકાવ્યો ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન માટેની તૈયારીઓ આખરી તબક્કામાં છે.

Tarak Mehta Ka Oolta Chashma actors Sodhi and Neha Patel had a grand road show in Sihore.

તેવા સમયે રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. સિહોરમાં તારક મહેતા ફેઇમ રોશનસિંઘ સોઢી અને ફિલ્મી કલાકાર નેહા પટેલનો ભવ્ય રોડ-શો યોજાયો હતો. આ રોડ-શો સમયે પસાર થતી 108 એમ્બ્યુલન્સ ઝડપથી જઈ શકે તે માટે રોડ-શો થોડીવાર રોકાવ્યો હતો.  અને ત્યાર બાદ રૂટ મુજબ રોડ શો આગળ ધપ્યો હતો આ તકે રોશનસિંઘ સોઢી અને ફિલ્મી કલાકાર નેહા પટેલે જોવા માટે લોકોનાં ટોળાં ઉમટી પડ્યા હતા.

Tarak Mehta Ka Oolta Chashma actors Sodhi and Neha Patel had a grand road show in Sihore.

કોઇ તેની સાથે હાથ મીલાવવા, કોઇ ફોટો પડાવવા તો કોઇ ઓટોગ્રાફ માટે રીતસર પડાપડી કરતું હતું. આ તકે તેમણે એવી હળવી રમૂજ પણ કરી હતી કે, બચ્ચોં કો લગતા હૈ યૈ ટીવી સે બહાર કૈસે આ ગયે. ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પરસોત્તમભાઈ સોલંકીના સમર્થનમાં યોજાયેલા ભવ્ય રોડ શો મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા ઉલ્લેખનીય છે કે આ રોડ શો સમયે પસાર થતી 108 એમ્બ્યુલન્સ ઝડપથી જઈ શકે તે માટે રોડ-શો થોડીવાર રોકાવ્યો હતો અને બાદમાં રોડ શો આગળ ધપ્યો હતો

Advertisement
error: Content is protected !!