Sihor
સિહોરના ટાણા ગુંદાળા ગામે ગૌચરની જમીન પર દબાણ દૂર કરવા કવાયત

દેવરાજ
અનેક રજુઆતો બાદ ટાણા ગુંદાળા ગામે આજે તંત્ર દ્વારા ગૌચરની જમીન પર થયેલ દબાણ દૂર કરવામાં આવ્યા હતા
સિહોર તાલુકાના ટાણા ગુંદાળા ગામનો ગૌચરની જમીન ઉપરનો દબાણ બાબતે છેલ્લા ઘણા સમયથી ટાણા ગુંદાળા ગામના માલધારી સમાજના લોકોની માંગણી હતી કે અમારા ગામમાં ગૌચરની જમીન ઉપર દબાણ થયેલ છે જે બાબતે અવારનવાર રજૂઆતો કરવામાં આવી હતી અને તંત્ર દ્વારા આજે કામગીરી હાથ ધરવામાં આવી છે ટાણા ગુંદાળા ગામે ગૌચર ઉપર થયેલ દબાણ દૂર કરવાની કામગીરી આજ સવારથી ચાલુ કરી દેવામાં આવી હતી.
આ ગૌચરની જમીન ઉપર દબાણ કરતા ઓને નોટિસ પણ આપવામાં આવી હતી સિહોર તાલુકાના ટાણા ગુંદાળા ગામે ગૌચર ની જમીન પર અમુક લોકો એ ગેરકાયદેસર રીતે દબાણો કરી લીધું હતું જોકે માલધારીઓની અનેકો રજુઆત બાદ વહીવટી તંત્ર દ્વારા પોલીસને સાથે રાખી દબાણ દૂર કરવા કવાયત હાથ ધરાઈ છે ટાણા ગુંદાળા ગામે ગૌચરની જમીન પર કેટલાક લોકોએ ગેરકાયદે જમીન કબ્જે લઈ દબાણ કરી લેવાયું હતું આ મામલે ગામના સ્થાનિક માલધારીઓએ અનેકો વખત ગૌચરની જમીન પરથી દબાણ દૂર કરવા માટે લેખિતમાં રજૂઆત કરી હતી.
ગૌચરની જમીન પરથી દબાણો દૂર કરવા દબાણદારોને અનેક નોટિસો આપવામાં આવી હતી. છતાં દબાણદારો દ્વારા દબાણ દૂર નહિ કરાતાં આખરે તંત્ર દ્વારા આજે બુધવારે સિહોર તાલુકા વિસ્તારના મુખ્ય અધિકારી સહિત પોલીસનો કાફલો ગામે જેસીબી સાથે પહોંચ્યો હતો જેમાં ગૌચરની જમીન પરથી દબાણ દૂર કરવા કવાયત હાથ ધરાઈ હતી. તંત્ર દ્વારા જણાવ્યું છે કે ગૌચર ની તમામ જમીન પરથી દબાણ દૂર કરવામાં આવશે