Sihor
સિહોરની વિદ્યામંજરી જ્ઞાનપીઠ ખાતે તાલુકા ઓ૫ન ચિત્રસ્પર્ઘા રંગોત્સવ ર૦ર૩ યોજાઇ : મોટી સંખ્યામાં વિધાર્થીઓએ ભાગ લીધો

પવાર
સિહોર શહેરની શૈક્ષણિક સંસ્થા સંસ્કૃતિ સ્કૂલ,વિદ્યામંજરી જ્ઞાનપીઠ ખાતે આજે મંગળવારના રોજ સિહોર તાલુકા ઓ૫ન ચિત્રસ્પર્ઘાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઘોરણ ૧ થી ૧ર ના પાંચ વિભાગોમાં જુદા જુદા વિષયો ૫ર વિદ્યાર્થીઓએ ચિત્રદોરી તેમાં સુંદર મજાની રંગપૂર્ણિ કરી હતી આ ચિત્ર સ્પર્ઘામાં જુદી જુદી શાળાઓના ૭૮ જેટલાં વિદ્યાર્થીઓ જોડાયા હતાં. આ સ્પર્ઘામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણ૫ત્ર તેમજ પ્રોત્સાહિત ઈનામ આ૫વામાં આવ્યા હતાં. દરેક વિભાગમાં પ્રથમ, દ્વીતીય અને તૃતિય ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને મંચસ્થ મહેમાનોના વરદ્ હસ્તે ગોલ્ડ મેડલ,સિલ્વર મેડલ તેમજ બ્રોન્ઝ મેડલ પ્રમાણ૫ત્ર આપી સન્માનિત કરાયા હતાં.
આ કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટી સંચાલક પી.કે.મોરડિયા ખાસ ઉ૫સ્થિત રહ્યા હતાં. આ ચિત્ર સ્પર્ઘામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ સાથે તેમના વાલીશ્રીઓ ૫ણ બહોળી સંખ્યામાં ઉ૫સ્થિત રહ્યા હતાં. આ ચિત્ર સ્પર્ઘામાં નિર્ણાયક તરીકે મિહિરભાઇ આસ્તિક, મહેશભાઇ ૫ટેલ તેમજ મુકેશભાઇ વાણિયા ખાસ ઉ૫સ્થિત રહી નિર્ણાયક તરીકેની પોતાની સુંદર ભૂમિકા ભજવી હતી.આ સમ્રગ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.