Sihor
સિહોરના સણોસરા લોકભારતીની નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થિનીઓએ મુલાકાત લીધી
પવાર
- સંસ્થાની શિક્ષણ પદ્ધતિ સહિતની માહિતી મેળવી
ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે બી.એ. વિભાગની વિદ્યાર્થિનીઓએ સણોસરા ખાતે આવેલી લોકભારતી સંસ્થાની મુલાકાત લીધી હતી
લોકભારતી સંસ્થાની વિસ્તૃત માહિતી મેળવી હતી નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે અભ્યાસની સાથે વિવિધ કંપનીઓનું મેનેજમેન્ટ કઈ રીતે ચાલે છે તે પ્રેક્ટીકલી જોવા માટે વર્ષ દરમિયાન વિવિધ ફેકલ્ટીની વિદ્યાર્થિનીઓ માટે ગુજરાતની ખ્યાતનામ કંપનીઓ, દૂધ ડેરીઓ, મંડળીઓ, વિવિધ આશ્રમ, સહકારી સંસ્થા તેમજ અન્ય વિવિધ જગ્યાની મુલાકાત લેવામાં આવે છે. તેના ભાગરૂપે નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે બી.એ. વિભાગની વિદ્યાર્થિનીઓએ સણોસરા ખાતે આવેલી લોકભારતી સંસ્થાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થિનીઓએ લોકભારતીની શિક્ષણ પદ્ધતિ, સંસ્થાના વિચારો, સંસ્થાની લાયબ્રેરી અને સંસ્થા દ્વારા અભ્યાસના ભાગરૂપે પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરાય છે તેની વિસ્તૃત માહિતી મેળવી હતી