Connect with us

Bhavnagar

સિહોરના ગ્રામ્ય વિસ્તારની એસટી બસને બંધ કરી દેવાતા અપડાઈન કરતા વિદ્યાર્થીઓમાં આક્રોશ સાથે આંદોલનની ચીમકી આપી

Published

on

stopping-the-st-bus-in-the-rural-areas-sparked-agitation-among-the-up-dating-students

પવાર

  • એસટી તંત્ર કે,દી સુધરશે : સિહોર પંથકમાંથી અપડાઈન કરતા વિધાર્થીઓનું કોઈ સાંભળતું નથી
  • ગ્રામ્ય વિસ્તારની એસટી બસને બંધ કરી દેવાતા છાત્રોમાં આક્રોશ : વિદ્યાર્થીઓને હેરાનગતિના પાર નથી, એસટી વિભાગની મનમાની, છાત્રો પરેશાન, આંદોલનની ચીમકી

ભાવનગર એસ.ટી. ડિવિઝનના સિહોરના ગ્રામ્ય વિસ્તારોના રૂટની બસને એકાએક બંધ કરી દેવામાં આવતા છાત્રોમાં આક્રોશ ફેલાયો છે એસ.ટી. બસના રૂટને બંધ કરાતા વિધાર્થીઓને નાછુટકે ખાનગી વાહનોમાં ઉંચા ભાડા ખર્ચી મુસાફરી કરવી પડી રહી છે. બંધ કરાયેલી બસને ફરી શરૂ કરવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે

stopping-the-st-bus-in-the-rural-areas-sparked-agitation-among-the-up-dating-students

સિહોરના ગામડાઓમાં જતી લોકલ એસ.ટી. બંધ કરી દેવામાં આવી છે ત્યારે એસટી વિભાગ એમની મનમાની ચલાવી રહ્યા હોવાને કારણે શાળાના વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓ પરેશાન થઈ ગયા છે.  એસ.ટી.વિભાગ સામે પ્રબળ રોષ ભભૂકી ઉઠ્યો છે પ્રશ્નનું યોગ્ય નિરાકરણ નહીં લાવવામાં આવે તો આગામી દિવસોમાં આંદોલન છેડવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારની એસટી બસ નિયમિત વિદ્યાર્થીઓને ન મળતા વિદ્યાર્થીઓનો રઝળપાટ થઈ રહ્યો છે

stopping-the-st-bus-in-the-rural-areas-sparked-agitation-among-the-up-dating-students

તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં વિધાર્થીઓ ભાઈઓ અને બહેનો સિહોર અભ્યાસ માટે આવતા હોય છે ત્યારે તેઓને આવવા જવાની સમયસર નિયમિત એસટી બસ ન મળતા વિદ્યાર્થીઓ સ્કૂલે આવવા માટે રઝળી રહ્યા છે આ વિદ્યાર્થીઓ દ્વારા એસટી વિભાગના તંત્રને સિહોર એસટી ડેપો તેમજ પાલીતાણા એસટી ડેપોના અધિકારીઓને જાણ કરી છે પરંતુ વિદ્યાર્થીઓ એસટી બસ વગરના ત્રાહિમામ છે એસટી બસ સમયસર ન આવતા વિદ્યાર્થીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને આવતા દિવસોમાં આંદોલન થાય તો નવાઈ નહિ

error: Content is protected !!