Sihor
સિહોરના આંગણે સમસ્ત ગુર્જર સુથાર જ્ઞાતિ આયોજીત સ્નેહ મિલન અને સન્માન સમારંભ યોજાયો
પવાર
છોટે કાશીની પવિત્ર ભૂમિ એવા સિહોરના આંગણે શ્રી વિશ્વકર્મા પ્રભુની અસીમ કૃપાથી સિહોર તાલુકા સમસ્ત ગુર્જર સુથાર જ્ઞાતિ મંડળ ની વાડી ખાતે સ્વામિનારાયણ ગુરુકુળ પાછળ, મામા ની દેરી સામે ઘાંઘળી ફાટક પાસે તા. ૨૧/૦૫/૨૦૨૩ રવિવાર ના રોજ શ્રી સિહોર તાલુકા સમસ્ત ગુર્જર સુથાર જ્ઞાતિ મંડળ દ્વારા આયોજીત શ્રીવિશ્વકર્મા પ્રભુ ના મહા પૂજા અર્ચન ,દર્શન, મહા આરતી બાદ સન્માન સમારંભ ના મુખ્ય અતિથિ વિશેષ મુખ્યદાતા.ઉદ્યોગપતિ તેમજ (ભામાશા)રવી ટેકનોફોર્જ રાજકોટ ના શ્રી અમૃતલાલ ખીમજીભાઈ ભારદિયા ના અધ્યક્ષ સ્થાને તેમજ સમાજના અન્ય દાતાશ્રીઓ,બહારગામ થી પધારેલ સમાજના આગેવાનો, અગ્રણીઓ,સમાજ શ્રેષ્ઠીઓ,સમાજ ના વિવિધ મંડળો તેમજ આમંત્રિત મહેમાનો નું સન્માન તેમજ સ્નેહ મિલન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અંગે કાર્યક્રમ ના આયોજક શ્રી સિહોર તાલુકા સમસ્ત ગુર્જર સુથાર જ્ઞાતિ મંડળ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવા આવેલ હતી.