Sihor
વિકાસની બુમો પાડતા નેતાઓના ગાલે તમાચો
પવાર
- વિકાસની બુમો પાડતા નેતાઓના ગાલે તમાચો
- સિહોરના વોર્ડ નં. 9 રામદેવ નગરમાં પ્રાથમિક પ્રશ્નોને લઈ મતદાન બહિષ્કારનું એલાન ; કોઈએ મત માંગવા આવવું નહિ
વારંવારની રજૂઆતો છતાંય સમસ્યા ન ઉકેલાતા રહીશોમાં રોષ, રોડ રસ્તા અને પાણી, સ્ટ્રીટ લાઈટ, ભુગર્ભ ગટર, શેરી સાફ સફાઈ સહિતના મુદ્દે રહીશોના ઉગ્ર સૂત્રોચ્ચારસિહોર શહેરના વોર્ડ નંબર-9માં આવેલ રામદેવ નગરમાં ચૂંટણી બહિષ્કારનું એલાન થયું છે પાયાની સુવિધાઓ જેવી કે રોડ રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઇટ સફાઈના અભાવે મહિલાઓ બની રણચંડી હતી. સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો છે સિહોર નગરપાલિકા શહેરના લોકોને પ્રાથમિક સુવિધા આપવામાં સરેઆમ નિષફળ ગયું છે શહેરના મોટાભાગના વિસ્તારોમાં રોડ રસ્તા સફાઈ પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓની સમસ્યા કાયમી બની છે શહેરના મોટાભાગના રહીશો પ્રાથમિકની અપૂરતી સુવિધાઓ સામે બળાપો ઠાલવી રહ્યા છે અહીં હકીકત એવી સામે આવી છે કે વિકાસની બીમો પાડતા નેતાઓને ગાલે તમાચો લાગ્યો છે વોર્ડ નંબર-૯માં આવેલ રામદેવનગર વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવ કારણે સ્થાનિકો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
જેમાં વિકાસ નહીં તો વોટ નહીં તેમજ રોડ રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઈટ, ભુગર્ભ ગટર તેમજ સાફ સફાઈ સહિતના વિવિધ પ્રશ્નોને લઇને ગઈકાલે વિધાનસભાની ચૂંટણીના બહિષ્કારની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી હતી. અહીં વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અવાર નવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો નિકાલ નહીં આવતા રોડ રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઈટ સહિતની સમસ્યાઓ વિધાનસભાની ચૂંટણીના બહિષ્કારનું એલાન કર્યું છે હાલ વિધાનસભાની ચૂંટણી ટાણે પ્રાથમિક સુવિધાના અભાવના કારણે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારતા સ્થાનિક રાજકારણ પણ ગરમાવો વ્યાપી જવા પામ્યો હતો.