Sihor
સિહોર ટાણા ગામે નિશુલ્ક મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો, 268 નાગરિકોનાં આરોગ્યની તપાસ તેમજ જરૂરી દવા આપવામાં આવી
પવાર
સિહોરના ટાણા મુકામે અર્જુન કેર યુનિટ દ્વારા ટાણા પ્રાઇમરી હેલ્થ સેન્ટર ના ડો.હર્ષિત શાહ, શિવાલિક હોસ્પિટલ ભાવનગરના ડો.નિમિષ દવે, તથા ડો.ભીષ્મ માંડલિયા, ટાણાના દાતાઓ અને સમાજ સેવકોના સહયોગ થી મેગા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં અમદાવાદ એમ પી શાહ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર ના સ્ટાફ દ્વારા ૨૬૮ વ્યક્તિઓની તપાસ કરવામાં આવી હતી ૫૬ પેપ ટેસ્ટ, ૧૧ મેમોગ્રાફી કરવામાં આવી હતી..૧૪ વ્યક્તિ મોઢાના કેન્સરના શંકાસ્પદ કેસ માં આવ્યા હતા.જેમને biopsy માટેની સલાહ આપવામાં આવી હતી ,કેમ્પ માં ટાણા ગામ ના આગેવાનોએ હાજરી આપી પ્રોત્સાહન આપ્યું હતું, આવી કાળજાળ ગરમીમાં પણ ટાણા ગામ તથા આજુબાજુ ના ગામોમાંથી પોતાનું હેલ્થ ચેકઅપ કરવામાં બહોળી સંખ્યા માં એટલા વ્યક્તિ હાજર રહ્યા હતા.
બહેનો પણ કેન્સર ના નિદાન માટે કોઈ પણ જાત ના ડર વગર હાજર રહી ચેકઅપ કરાવ્યું તે જોઈ અમદાવાદ ની ટીમ પણ આશ્ચર્ય ચકિત રહી ગઈ હતી..ડો.દીપક ભટ્ટીએ સૌં દર્દીઓ ને વંદન કરી આ કેમ્પનો લાભ સફળ બનાવવા માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી.