Sihor
સિહોર તલાટી પરીક્ષા : પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટર હદમાં જ ઝેરોક્ષ સેન્ટરો ઉપર પ્રતિબંધ : લાઉડ સ્પીકર વગાડવાની પણ મનાઇ
પવાર
ઉમેદવારો મોબાઇલ – પેજર – ઇલેકટ્રીક ડાયરી – સ્માર્ટ વોચ – ઇયરફોન – કેમેરા – લેપટોપ કેન્દ્રની અંદર નહિ લઇ જઇ શકે : સિહોર પોલીસ અને વહીવટી તંત્રની જડબેસલાક વ્યવસ્થા
ગુજરાતમાં તલાટીની પરીક્ષાને લઇ સિહોરનું પોલીસ અને વહીવટી તંત્ર એલર્ટ મોડમાં હતી. પરીક્ષા દરમિયાન કેન્દ્રની આસપાસના વિસ્તારમાં સુલેહ-શાંતિ જળવાઈ રહે અને પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી શાંત અને સોહાર્દ પૂર્ણ વાતાવરણમાં ગેરરીતિ કર્યા વગર તેમજ કોઈપણ પ્રકારના પ્રલોભનથી દોરવાયા વગર પરીક્ષા આપી શકે તે માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જે મુજબ બપોરે પરીક્ષા દરમિયાન ઝેરોક્ષની દુકાનો બંધ રાખવાનો આદેશ કરાયો છે.
પરીક્ષા કેન્દ્રની આસપાસ ઝેરોક્ષની દુકાનો બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે, સિહોરમાં પણ ઝેરોક્ષ કેન્દ્રો બંધ રાખવા – ૧૪૪મી કલમ સહિતની બાબતે જાહેરનામા બહાર પાડયા હતા, લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની હદમાં બહારના લોકોને પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત ચારથી વધુ લોકોના એકઠા થવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. પરીક્ષા કેન્દ્રની આસપાસ લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જાહેરનામાનો ભંગ કરનાર સામે પગલા લેવામાં આવશે. ઈલેક્ટ્રિક સાધનો, સ્માર્ટ વોચ તથા ઈયર ફોન પર પરીક્ષા કેન્દ્રમાં લઇ જવા પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. પરીક્ષાના દિવસે પરીક્ષાના સ્થળે ઇલેક્ટ્રીક આઈટમ જેવી કે મોબાઈલ ફોન, પેજર, ઇલેક્ટ્રીક ડાયરી, સ્માર્ટ વોચ, બ્લુટુથ, ઇયરફોન, કેમેરા, લેપટોપ વગેરે ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈ દાખલ થવા પર પણ પ્રતિબંધ જાહેર કરવામાં આવેલ હતી.
પરીક્ષાર્થીઓની શાંતિ અને લેખન કાર્યમાં અડચણ, વિશેષ ધ્યાન ભંગ થાય તેવું કોઈ પણ કૃત્ય કરવા પર, પરીક્ષાના દિવસે પરીક્ષા સ્થળે ચોરી કરવા કે કરાવવા હેતુથી પુસ્તક અન્ય સાહિત્ય,કાપલી,ઝેરોક્ષ નકલો લઈ જવા પર, પ્રતિબંધિત વિસ્તારમાં આવેલ ઝેરોક્ષ નકલ કરવાના કેન્દ્રો/ દુકાન પર, ઝેરોક્ષ મશીન પરીક્ષાના દિવસે દરમ્યાન સવારે ૯ થી ૧૫ સમય સુધી ચાલુ કરવા પર, પરીક્ષા સ્થળ ની આસપાસ પ્રતિબંધિત વિસ્તારમાં આવેલ પાનબીડી ગલ્લા તથા ચા પાણીના કેન્દ્રોએ પરીક્ષા સમય દરમિયાન ચાલુ કરવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ઉપરાંત હુકમ ફરજ પરના પોલીસ દળ, હોમગાર્ડના કર્મચારી, અધિકારી તથા પરીક્ષાના અનુસંધાને ફરજ ઉપર બોલાવેલ કર્મચારી અધિકારીઓને આ પ્રતિબંધ લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરવા બદલ શિક્ષાને પાત્ર ઠરશે.