Sihor
તલાટી પરીક્ષાના ઉમેદવારો માટે દેવદૂત બની સિહોર પોલીસ ; દિલ જીતી લે તેવું કામ કર્યું
કુવાડિયા
પરીક્ષાર્થીઓ માટે સારથી બનતું પોલીસ તંત્ર, સિહોરમાં તલાટીની પરીક્ષામાં પોલીસની પ્રશંસનીય કામગીરી, અન્ય જિલ્લાઓમાંથી આવેલા અનેક પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યા : પોલીસ સાચા અર્થમાં પ્રજાના મિત્રની પ્રતીતિ કરાવતા સિહોર પોલીસ અધિકારી અને સ્ટાફની ચારેય તરફ પ્રજાએ કરી વાહવાહી
રાજ્ય સરકાર દ્વારા વિવિધ કેડરની પરીક્ષાઓ યોજાતી હોય છે, નિષ્પક્ષ વાતાવરણમાં પરીક્ષા યોજાય તે માટે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગની કામગીરી ખુબ જ આવશ્યક બની બની જાય છે, પોલીસ વિભાગ પ્રજાના મિત્ર બની ને વિવિધ પ્રજાલક્ષી કામગીરી કરતા હોય છે, આવું જ ઉમદા કાર્ય કર્યું છે સિહોરના પોલીસ અધિકારી અને સ્ટાફે જે સાચા અર્થમાં પોલીસ પ્રજાની મિત્ર હોવાની પ્રતીતિ કરાવે છે અન્ય જિલ્લામાંથી સિહોર ખાતે તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા આવેલા કેટલાક વિદ્યાર્થીઓને સરનામું શોધવામાં મુશ્કેલી પડતા પોલિસ તેમની વ્હારે આવી હતી.
ચિંતિત પરીક્ષાર્થીઓને સાંત્વના આપી પોલિસ કર્મીઓએ સમસયર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યા હતા. દિવ્યાંગ પરીક્ષાર્થીઓને પણ પરીક્ષા ખંડ સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. પોલીસનું આ કામ જોઈને ચારેય તરફ તેમની આ સેવાની જનતા વાહવાહી કરી રહી છે તલાટીની પરીક્ષા પોલીસ માટે એક સેવાયજ્ઞ બની રહ્યો છે. આ પરીક્ષા માટે અનેક લોકોએ મદદનો હાથ લંબાવ્યો હતો. જેમાં સિહોર પોલીસના અધિકારી જાંબાજ કર્મચારીઓ દેવદૂત બનીને ઉભર્યાં હતા. પોલીસે રસ્તો ભટકેલા, ટ્રાફિકના કારણે અટવાયેલા, અન્ય સેન્ટરે પહોંચી ચૂકેલા પરીક્ષાર્થીઓની મદદ કરી હતી. પોલીસના આ કિસ્સા સાંભળી તમને ખાસ સિહોર પોલીસ પર ગર્વ થશે. પોલીસ તંત્ર દ્વારા રાહ ભૂલેલા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર ખાતે પહોચાડ્યા તેમજ સિહોર પોલીસ સ્ટેશનના સંકુલ ખાતે સત્ય મેવ જયતે ગાર્ડન ખાતે ચા, કોફી, બિસ્કીટ, નાસ્તો, ઠડું પીવાનું પાણી નાના બાળકો માટે ઘોડિયા સહિતની પોલીસ અધિકારી ભરવાડે વ્યવસ્થાઓ કરી હતી. પોલીસ તંત્ર દ્વારા પરીક્ષાર્થીઓ અને તેમના પરિવાર માટે દેવદૂત બનતા પરીક્ષાર્થીઓએ પોલીસનો આભાર માન્યો હતો