Sihor
સિહોર પીઆઇ કે ડી ગોહિલની બદલી થતાં મુસ્લિમ સમાજ દ્વારા ફુલહાર સાથે સન્માનિત કરાયા
સામાન્ય રીતે એક જ પોલીસ સ્ટેશનમાં ત્રણ વર્ષથી વધુ ફરજ બજાવી ચૂક્યા હોય તેવા પોલીસ અધિકારીઓની બદલીની પરંપરા વર્ષોથી પોલીસ વિભાગમાં ચાલી આવે છે. ત્યારે ચૂંટણી નજીક છે ત્યારે પોલીસ વિભાગોમાં બદલીઓનો દોર શરૂ થયો સિહોર ફરજ બજાવતા પોલીસ પીઆઈને અરવલ્લી ખાતે બદલી થતા વિવિધ સમાજો દ્વારા સન્માનિત કરાઈ રહ્યા છે સિહોરની પ્રત્યેક વ્યક્તિની સમસ્યાઓનું નિરાકરણ તાત્કાલિક કરનાર પીઆઇ કે ડી ગોહિલની અરવલ્લી ખાતે બદલી થતા વિવિધ સમાજ અને વર્ગના લોકો સન્માન કરી રહ્યા છે આજે સિહોરના મુસ્લિમ સમાજ દ્વારા શ્રી ગોહિલનું સન્માન કરાયું છે મુસ્લિમ સમાજના અગ્રણી નૌશાદ કુરેશી, રહીમભાઈ વાસણવાલા, ઇનુસભાઈ સુપર, રફિકભાઈ તાલવાણી, ઇસ્માઇલભાઈ મહેતર, મૌલાના રસીદ, સહિતના ઉપસ્થિત રહીને પીઆઇ ગોહિલને ફુલહાર સાથે સાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા.
એ તકે અગ્રણી નૌશાદ કુરેશીએ કે ડી ગોહિલની કામગીરીને બિરદાવી જણાવ્યું હતું કે અનેક લોકોના ઘરના સુખદ સમાધાન લાવ્યા, અનેક લોકોને યોગ્ય માર્ગદર્શન આપી સાચી અને નવી દિશા બતાવી છે.સિહોરના લોકોમાં પ્રિય અને આમ જનતાની સમસ્યા હંમેશા ઉકેલ લાવવા માટે સક્રિય રહી ઉકેલ લાવતા જનતાના સાચા મિત્રની ફરજ બજાવી ને લોકો ચાહના મેળવી છે બીજી તરફ ચૂંટણી બંદોબસ્ત સફળતાપૂર્વક પાર પાડ્યા છે ધાર્મિક સ્થળોએ હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે ત્યાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે અનુસંધાને તેમજ મિલકત સંબંધી ગુન્હાઓ નહિવત પ્રમાણમાં વધે અમલીકરણમાં સફળ રહ્યા છે પ્રોહીબીશન ની પ્રવૃત્તિ ગુનાઓ માં ઘટાડો કરવામાં સફળ કામગીરી કરવામાં પણ સફળ સાબિત થયા છે.