Connect with us

Sihor

સિહોર : સણોસરાના લોકભારતી ગ્રામવિદ્યાપીઠની મુલાકાત લેતા અધિકારી શ્રીઓ પ્રભાવિત થયા

Published

on

sihore-officials-visiting-sanosaras-lokbharati-gramvidyapeeth-were-impressed

પવાર

  • ભાવનગર જિલ્લા સમાહર્તા શ્રી ધીરજ પારેખ અને વિકાસ અધિકારી શ્રી પ્રશાંત જીલોવાએ જાણી વિગતો

ગોહિલવાડના ગૌરવરૂપ લોકભારતી ગ્રામવિદ્યાપીઠની મુલાકાત લઈ અહીંની વિગતો જાણી જિલ્લા સમાહર્તા શ્રી તથા વિકાસ અધિકારી શ્રી પ્રભાવિત થયા હતા. શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ ક્ષેત્રે વર્ષોથી કાર્યરત લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે સોમવારે જિલ્લા સમાહર્તા શ્રી ધીરજ પારેખ તથા વિકાસ અધિકારી શ્રી પ્રશાંત જીલોવાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી.

sihore-officials-visiting-sanosaras-lokbharati-gramvidyapeeth-were-impressed

સંસ્થાના વડા શ્રી અરુણભાઈ દવેએ અહીંની કેળવણીમાં નિયત અભ્યાસક્રમ ઉપરાંત કૃષિ અને ગ્રામવિકાસ વગેરે પાસાઓ અંગે માહિતી આપી હતી. લોકભારતી ખાતેના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંતર્ગત વિવિધ પાક સંશોધન વિભાગની મુલાકાત દરમિયાન વડા શ્રી નિગમ શુક્લ સાથે શ્રી વિનીત સવાણીએ અહી વિકસાવાઈ રહેલ ખેતી બાગાયત પાકોનું નિદર્શન કરાવ્યું હતું.

sihore-officials-visiting-sanosaras-lokbharati-gramvidyapeeth-were-impressed

લોકભારતીના ઉત્કૃષ્ટ એવા ઘઉં સંશોધનના વિભાગની જિલ્લા સમાહર્તા શ્રી ધીરજ પારેખ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રશાંત જિલોવા સાથે પ્રાંત અધિકારી શ્રી દિલીપસિંહ વાળાએ વિગતો મેળવી પ્રભાવિત થયા હતા અને ખુશી વ્યક્ત કરી હતી. સંસ્થાના નિયામક શ્રી હસમુખભાઈ દેવમુરારી અને શ્રી કાંતિભાઈ ગોઠી તેમજ અન્ય વિભાગોના કાર્યકર્તાઓ દ્વારા પણ પૂરક વિગતો અપાઈ હતી. અહી લોકભારતી વિશ્વવિદ્યાલયના શ્રી વિશાલ ભાદાણી સાથે સંસ્થાના કાર્યકર્તાઓ સાથે રહ્યા હતા.

Continue Reading
Advertisement
error: Content is protected !!