Connect with us

Sihor

સિહોર નગરપાલિકાનું ફાયરનું બાઉઝર માત્ર 5000 કિમિ ચાલ્યું છે અને ધૂળ ખાઈ છે

Published

on

Sihore Municipal Fire Bowser has run only 5000 kms and is dusty

પવાર

રામ રાજ્ય પ્રજા સુખી…સિહોર નગરપાલિકાના ગેરેજ વિભાગમાં સરકાર શ્રી દ્વારા અદ્યતન લાખો રૂપિયાના ખર્ચે ઇમરજન્સી સેવા માટે હજારો ગેલનનું વોટર બાઉઝર ફાળવવામાં આવેલ પરંતુ સામાન્ય નુકસાનીના વાંકે ભંગારમાં મૂક્યું હોય તેમ ધૂળ ખાઈ રહ્યું છે અને માત્ર ને માત્ર ૫ હજાર કિલોમીટર ચાલેલ વોટર બાઉઝર તેમજ મીની વોટર બાઉઝર હોવા છતાં તાજેતર માં આવેલ નવું બાઉઝર નું ઉપયોગ થતો હોય છે.. નગરપાલિકા પાસે ત્રણ ત્રણ બાઉઝર છે પણ મોટા બાઉજર જે ઇમરજન્સી સેવા આપતી ધૂળ ખાઈ રહ્યું છે.

Sihore Municipal Fire Bowser has run only 5000 kms and is dusty

જે અંગે ગેરેજ વિભાગ ના સુપર વાઈઝર ની અણઆવડત હોય કે કોઈ મીલીભગત હોય તે પણ શંકાસ્પદ લાગી રહ્યું છે..કારણકે આ વિભાગ માં રામ રાજ્ય પ્રજા દુઃખી હોય તેમ અમુક ડ્રાઇવરો સહિત પોત પોતાની રીતે મનસ્વી વર્તન કરતા હોવાનું ચર્ચાઇ રહ્યું છે જેને લઇ ગેરેજ વિભાગ ના સુપર વાઈઝર ઉપર સતાધીશો અને તંત્ર ના છુપા આશીર્વાદ હોય તેમ ધાર્યું કરી રહ્યા હોય તેમ છતાં વિપક્ષ કેમ ચૂપ છે તે સવાલ મોટો છે

error: Content is protected !!