Sihor
સિહોર – સરકારની ‘સૌની યોજના’ અંતર્ગત રામધરી અને ચોરવડલા તળાવને સમાવવા ભારે માંગ
પવાર
- આજુબાજુના આઠથી વધુ ગામોને ફાયદો થઈ શકે
સરકારની તળાવો ભરવા માટેની ‘સૌની યોજના’ આશીર્વાદરૂપ આયોજન છે, જેનો લાભ સિહોર તાલુકાના ગામોને મળે તેવી ખેડૂતો સહિત સૌ રજૂઆત કરતા રહ્યા છે. સિહોર તાલુકાના રામધરી તથા ચોરવડલા જળસિંચન યોજના તળાવોમાં આ યોજના તળે પાણી ઠાલવવાની કામગીરી થાય તો આજુબાજુના આઠથી વધુ ગામોને ફાયદો થઈ શકે.
આ અંગે કાર્યકર્તા શ્રી મૂકેશ પંડિત દ્વારા સરકારમાં ઘણી રજૂઆતો થઈ છે, હવે આ ચૂંટણીઓ પૂરી થયા બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી અપેક્ષા રહેલી છે. આ અંગે ટુંક સમયમાં જ આ વિસ્તારના ખેડૂતો કાર્યકરોની બેઠક મળનાર છે.આ તળાવોમાં રંઘોળા જળાશય કે હણોલ જળાશયથી પાણી જથ્થો પહોંચાડી શકાય તેમ છે, આમ આ તળાવોને આ યોજનામાં સમાવવા તિવ્ર માંગ રહેલી છે.