Sihor
સિહોર – બાળકોને ચાણક્ય જેવા પ્રતિભાશાળી બનાવતી શિક્ષણિક સંસ્થા ગોપીનાથજી વિદ્યા સંકુલને ધોરણ 9 અને 11ની મંજુરી મળી
પવાર
આધુનિક શિક્ષણની સાથે બાળકોમાં સિંચન કરાશે ભારતીય સંસ્કૃતિના મૂલ્યો : અહીં એકજ કેમ્પસમાં નર્સરી, જુનિયર અને સિનિયર કેજી સાથે માસ્ટર ડીગ્રી સુધીનું શિક્ષણ, નજીવી ફીમાં વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શકશે, સિહોર અને આસપાસના વિધાર્થી અને વિદ્યાર્થિનીઓને લાભ થશે
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સિહોર ખાતે આવેલ ગોપીનાથજી વિદ્યા સંકુલને ધોરણ 9 અને 11 શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે, ઇન્ડટ્રીયલ હબની સાથે એજ્યુકેશન હબ તરીકે વિકસી રહેલા સિહોરના વાલીઓને બાળકોના વિકાસ માટે ચિંતા નહિ કરવી પડે, સિહોરમાં છેલ્લા વર્ષોથી ભારતીય સંસ્કૃતિના મૂલ્યોના જતન સાથે શિક્ષણ આપવામાં ચાણક્ય ગણાતી સંસ્થા અને શિક્ષણ ક્ષેત્રમાં શોભામાં અભિવૃદ્ધિ સ્વામી પરમહંસ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત ગોપીનાથજી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા ગુજરાત અને જિલ્લામાં આગવી ઓળખ પ્રાપ્ત કર્યા પછી પ્રધાનમંત્રી ના કન્યા કેળવણીના હેતુને સાર્થક કરવા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના દીકરીઓને નર્સરી કે.જી. થી માસ્ટર ડિગ્રી સુધીનું એક જ કેમ્પસમાં અભ્યાસ કરી શકશે આવા હેતુથી ગોપીનાથજી વિદ્યા સંકુલ દ્વારા સરકારશ્રી દ્વારા ધોરણ 9 અને 11 ની ગોપીનાથજી કન્યા વિદ્યાલય સિહોર ના નામે નવી મંજૂરી પ્રાપ્ત થતા પ્રવેશ કાર્ય ની શરૂઆત કરવામાં આવી છે દીકરીઓના સર્વાંગીણ વિકાસ માટે નર્સરી કે જી. થી લઈને માસ્ટર ડિગ્રી સુધીનું શિક્ષણ સિહોર શહેરમાં એક જ વિદ્યા સંકુલમાં પ્રાપ્ત થશે જેમાં દીકરીઓ માટે સ્પોર્ટ્સ કલ્ચરલ નવી એજ્યુકેશન પોલીસીને સાર્થક કરતી અભ્યાસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે નિષ્ણાંત અને અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ કાર્ય થશે દીકરીઓને ટ્યુશનમાંથી પણ મુક્તિ મળશે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તાર વિદ્યાર્થી માટે હોસ્ટેલ સુવિધા પણ ઉપલબ્ધ થશે.
તેમજ કન્યા કેળવણી અંતર્ગત રાજ્ય સરકારની વિવિધ પ્રકારની સ્કોલરશીપ પણ પ્રાપ્ત થશે આ માહિતી ગોપીનાથજી વિદ્યા સંકુલના સંચાલક શ્રી રમેશભાઈ રાઠોડ માર્ગદર્શક ડોક્ટર દિલીપભાઈ જોશી કેમ્પસ ડાયરેક્ટર અને આચાર્યશ્રી યોગેશભાઈ જોશી દ્વારા પત્રકારોને આપવામાં આવી હતી.