Sihor
સિહોર – ભાજપ કોંગ્રેસ અને આપની સોશ્યલ મીડીયા વોર
કુવાડિયા
- સિહોર – ભાજપ કોંગ્રેસ અને આપની સોશ્યલ મીડીયા વોર
- વોર રૂમમાં સોશ્યલ મીડીયાની ટીમ અને ટીમ લીડર સિવાય કોઇને એન્ટ્રી નહીં : રાજકીય પક્ષો લાખો લોકો સુધી દરરોજ અલગ-અલગ માધ્યમો થકી પહોંચવાનો થતો પ્રયાસ : હજારો કાર્યકરો આંગળીના ટેરવે કરે છે પ્રચાર
સિહોર – સોશિયલ મીડિયાનો જમાનો છે ત્યારે હવે ચૂંટણીમાં પ્રચારની પણ રીત બદલાઈ છે. હવે સભાઓ અને રેલીની સાથે સોશિયલ મીડિયા થકી પણ પ્રચાર માટે એડીચોટીનું જોર રાજકીય પાર્ટીઓ લગાવે છે. ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા સોશિયલ મીડિયાની આખી ટીમ ઊભી કરવામાં આવી છે. ભાજપ દ્વારા ગાંધીનગર કમલમ ખાતે પાર્ટીનો સોશિયલ મીડિયા રૂમ કાર્યરત છે, જેને ભાજપે એને વોર રૂમ નામ આપ્યું છે. તો કોંગ્રેસનો સોશિયલ મીડિયા રૂમ અમદાવાદમાં પાર્ટીના કાર્યાલય ખાતે કાર્યરત છે, જયાંથી તમામ ગતિવિધિઓ થાય છે. તો બીજી તરફ આપ દ્વારા તેમની સોશિયલ મીડિયા ટીમ અને ઓફિસને લઈ સંપૂર્ણ માહિતી ગુપ્ત રાખવામાં આવી છે. તમામ પાર્ટીઓ દ્વારા સોશિયલ મીડિયા ઓફિસમાં ઝેડ પ્લસ સિક્યોરિટી જેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જયાં સોશિયલ મીડિયા ટીમ અને ટીમ લીડર સિવાય કોઈને એન્ટ્રી આપવામાં આવતી નથી. ભાજપ, કોંગ્રેસ અને આપ લાખો લોકો સુધી દરરોજ સોશિયલ મીડિયાનાં અલગ અલગ માધ્યમો થકી પહોંચે છે. સોશિયલ મીડિયા એક મૂડ બનાવમાં મહત્ત્વનો ભાગ ભજવતું હોય છે. ચૂંટણી દરમિયાન એક પક્ષ બીજા પક્ષ સામે આક્ષેપ પ્રતિઆક્ષેપ કરતા હોય છે. ત્યારે આક્ષેપ પ્રતિઆક્ષેપ કરવા સોશિયલ મીડિયાનો ઉપયોગ રાજકીય પાર્ટીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે.આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરવા સોશ્યલ મીડિયાનો ઉપયોગ ભાજપ કોંગ્રેસ કરે છે. ગુજરાત ભાજપ દ્વારા સોશિયલ મીડિયામાં પાર્ટીના પ્રચાર પ્રસાર માટે એક અલગ ટીમ બનાવી છે. સામન્ય સંગઠનની જેમ સોશિયલ ડિપાર્ટમેન્ટમાં પણ પ્રદેશ, જિલ્લા, શહેર, તાલુકા, વિધાનસભા દીઠ હોદ્દેદારોની નિમણુંક કરાય છે. જે બુથ લેવલ સુધી સોશિયલ મીડિયાના માધ્યમથી પાર્ટીનો પ્રચાર કરે છે.