Connect with us

Sihor

સિહોર – શિયાળામાં શાકભાજીની મબલક આવક, ભાવ ઘટતા ગૃહિણીઓને હાશકારો

Published

on

Sihore - Big income of vegetables in winter, prices falling, cheer housewives

દેવરાજ

  • વિવિધ શાકભાજીની સ્વાદિષ્ટ વાનગીઓની મજા માણતા લોકો, ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોમાં હવે ઉંધીયુ-ઓળા બનવા લાગ્યા

સિહોરની શાક માર્કેટમાં તાજા, લીલા અને સસ્તા શાકભાજીની ધુમ આવક થતા શિયાળાની ફુલ ગુલાબી ઠંડીમાં લોકોને ઉંધીયુ-ઓળાની મજા માણવાની મોજ પડી ગઈ છે. શાકભાજી સસ્તા મળતા હોવાથી ગૃહિણીઓ પણ ખુશખુશાલ જોવા મળી રહી છે. ડિસેમ્બરની આ ફુલગુલાબી ઠંડી વચ્ચે સિહોરની શાક માર્કેટમાં વિવિધ જાતનાં શિયાળુ શાકભાજીની ધુમ આવક થઈ રહી છે.

Sihore - Big income of vegetables in winter, prices falling, cheer housewives

સિહોરના મેઈન રોડ, શાક માર્કેટ, તેમજ શેરી-સોસાયટીઓમાં નીકળતા લારીઓમાં તાજા શાકભાજી વેચાતા જોવા મળે છે. આ લીલા અને તાજા શાકભાજી શિયાળામાં તંદુરસ્તી વધારવા, શરીરને સ્ફુર્તીલુ બનાવવા ખુબ જ ઉપયોગી થતા હોય છે.

Sihore - Big income of vegetables in winter, prices falling, cheer housewives

હાલમાં સિહોરની છુટક બજારમાં લીલી મેથી, કોબીજ, ફુલાવર, લીલા વટાણા, વાલોળ, સુરતી ટીંડોળા, લીલી તુવેર, શિયાળુ રીંગણા, લીલા ચણા, લીલીછમ્મ પાલક, ગાજર, વઢવાણી મરચા, દેશી ટામેટા, લીલી ડુંગળી, લીલુ લસણ, લીલી હળદર, બીટ સહીતની વિવિધ પ્રકારની શાકભાજી મળી રહી છે.

Sihore - Big income of vegetables in winter, prices falling, cheer housewives

જે ખાવાથી શિયાળામાં હુંફ મળે છે, શારીરીક તંદુરસ્તીમાં ફાયદો થાય છે. શિયાળાની આ સિઝનમાં જુદા જુદા શાકભાજી નાંખીને બનાવવામાં આવતું ઉંધીયુ, લીલા ચણાનું શાક, રીંગણાનો ઓળો વિગેરે ખાવાની મજા પડી જતી હોય છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!