Sihor
સિહોર ; બસના પાસ માટે વિદ્યાર્થીઓ અડધો દિવસ ઊભા રહે છે કતારમાં
Pvar
એસટી વિભાગના અધિકારીઓના આંખે પાટા, હજારો વિદ્યાર્થીઓને હેરાનગતિ, પાસ કઢાવવા કતારો લાગે છે, વિદ્યાર્થીઓની હેરાનગતિ કેમ દેખાતી નથી
સમગ્ર રાજ્યમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં શાળાઓ પુન: ધમધમવા લાગી હતી. જેને પગલે સિહોર ખાતે આવેલી વિવિધ શાળાઓમાં ગ્રામ્ય વિસ્તારમાંથી અવાર જવર કરતાં વિદ્યાર્થીઓને પાસ કઢાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. વિદ્યાર્થી શૈક્ષણિક કાર્ય છોડી પાસ કઢાવવા અડધો દિવસ બગડતો હોવાથી ભારે કચવાટ જોવા મળી રહી હતી. એસટી તંત્ર દ્વારા પણ પાસ માટે અગાઉથી યોગ્ય આયોજન કરે એ પણ જરૂરી બન્યું છે. સિહોર તાલુકામાંથી મોટી સંખ્યામાં વિધાર્થીઓ સિંહોર તેમજ ભાવનગર ખાતે અપડાઉન કરે છે. ધોરણ ૧થી લઈ ૧૨ અને કોલેજ સુધી અભ્યાસ કરતા ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ બસમાં અવર જવર કરે છે ઉનાળુ વેકેશન પૂર્ણ થયા બાદ શૈક્ષણિક કાર્ય માટે આવતાં વિદ્યાર્થીઓ બસમાં અવર જવર કરવા માટે પાસ કઢાવવો ફરજિયાત છે. જેને લઈ વિદ્યાર્થીઓ દ્વારા પાસ કઢાવવા સિહોર બસસ્ટેન્ડ ખાતે એસટી ડેપો દ્વારા પાસ માટે યોગ્ય આયોજનના અભાવે પાસ કઢાવનાર વિદ્યાર્થીઓ દ્વારા સવારથી પાસની લાંબી લાઈનોમાં ઊભી થઈ જવાના કારણે ભારે મુશ્કેલી અનુભવી રહ્યાં છે. વિદ્યાર્થીઓ દ્વારા પાસ કઢાવવા ફરજિયાત શૈક્ષણિક કાર્ય છોડી લાંબી કતારોમાં ઊભા રહેવું પડતાં હોવાના કારણે ભારે હાલાકી વેઠવી પડી રહી છે. એસટી તંત્ર દ્વારા વિદ્યાર્થીના પાસ માટેની લાઈનનો ધસારો અટકાવવા અગાઉથી યોગ્ય આયોજન કરે એ જરૂરી બન્યું છે. અથવા અલગ કર્મચારીની નિમણૂક કરી તેમને શાળા ખાતે મોકલી આપવા જોઈએ. જેથી વિદ્યાર્થીઓના અને એસટી તંત્ર બંને રાહત થઈ જાય એવું વિદ્યાર્થીઓમાં ચર્ચાઈ રહ્યું છે. લાખો રૂપિયાની આવક મેળવનાર એસટી તંત્રએ વિદ્યાર્થીઓના પાસ બાબતે યોગ્ય આયોજન હાથ ધરે એ જરૂરી બન્યું છે.
વિદ્યાર્થીઓને પાસ કઢાવવા કલાકો લાઈનમાં ઉભું રહેવું પડે છે.
વિદ્યાર્થીઓને પાસ કઢાવવા માટે કલાકો ના કલાકો લાઈનમાં ઊભા રહેવાના કારણે ભારે મુશ્કેલી પડી રહી છે. અને શૈક્ષણિક કાર્ય પર અસર થઈ રહી છે. જેના કારણે વિદ્યાર્થીઓમાં રોષની લાગણી વ્યાપી છે.
કર્મચારી સ્ટાફને વધારવો જોઈએ
સિહોરના બસ સ્ટેન્ડ ખાતે વિદ્યાર્થીઓ માટે પાસની અલાયદો રૂમ અને વધારે કર્મચારીઓને કામગીરી આપી દેવી જોઈએ જેથી જલદીથી પાસ નીકળી જાય તેવી લાગણી વિદ્યાર્થીની રહેલી છે.