Sihor
સિહોર ; પંચમુખા મહાદેવ દૂધ પીતા હોવાની ઘટના સામે આવતા લોકોમાં કૌતુક : શ્રધ્ધાળુઓ ઉમટયા
દેવરાજ
ભગવાન શંકરજીનો વાર ગણાતા સોમવારે રાત્રીના સિહોરના પંચમુખા મહાદેવ દૂધ પીવે છે તેવી વાતો વહેતી થતા ભકતો, જિજ્ઞાશુઓ અને શ્રધ્ધાળુઓ મંદિરમાં ઉમટી પડયા હતા. ટેલિફોનિક અને સોશ્યલ મીડિયાના માધ્યમથી આ સમાચાર વાયુવેગે પ્રસરી જતા બુધ્ધિજીવીઓ અને વૈજ્ઞાનિકોથી લઈ સામાન્ય જન આ ઘટનાને પોતપોતાની તર્ક સંગતતા પ્રમાણે મૂલવતા નજરે પડતા હતા.
સિહોરના મુખ્ય બજારમાં આવેલ પંચમુખા મહાદેવના મંદિરે પોઠીયો દૂધ પીવાના સમાચાર વાયુવેગે પ્રસરતા શ્રધ્ધાળુઓ મહાદેવવજીને દૂધ પાવા માટે ઉમટી પડયા હતા. ગઈકાલે રાત્રીના સમયે મહાદેવજીની પુજા આરતીના સમયે ભકતો મહાદેવજીને દૂધ ચઢાવતા ચઢાવતા પોઠીયાને ચમચી વડે દૂધ પાતા તે પી ગયો હતો. આની જાણ ગામ આખામાં થતા આ લખાય છે ત્યારે રાત્રીના દસ કલાકે ગ્રામજનો ભકિતભાવ સાથે શ્રધ્ધા સાથે પોઠીયાને દૂધ પાઈ રહ્યા હતા અને પોઠીયો દૂધ પી રહ્યો હોવાનો વીડીયો વાઈરલ થઈ રહ્યો છે તો ભકતો કૌટુક સાથે શ્રધ્ધાથી દુધ પાઈ રહ્યા છે.