Sihor
સિહોર ; પાબુજી મહારાજના 33માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી

દેવરાજ
સિહોરના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ પાબુજી મહારાજના મંદિર ખાતે પાબુજી મહારાજની 33માં પણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ભાવ ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગઈરાત્રિના સમયે સંતવાણી ભજન નો કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં નાની અનામીય કલા કરો જેવા કે ગુજરાતનું વિખ્યાત નામ એવા બીપીનભાઈ સઠીયા લોક સાહિત્ય કલાકાર કરસનભાઈ મેર હરેશદાન વર્ષાબેન બારોટ વગેરે કલાકારો દ્વારા સંતવાણી ભજનની રમઝટ બોલાવી હતી તેમજ બીજા દિવસે સવારે પાબુજી મહારાજને ધજા ચઢાવવામાં આવી હતી અને યજ્ઞ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં પાબુજી મહારાજ ના સેવકો તેમજ રાજપૂત સમાજના તમામ આગેવાનો કાર્યકરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.