Sihor
સિહોર ; છત્રી-રેઈનકોટની બજાર ગરમ વાવાઝોડા વખતે બાકી રહી ગયેલા ગ્રાહકો હવે ‘નિકળ્યા’
દેવરાજ
- 50 ટકા ખરીદી ‘બિપોરજોય’ વખતે જ થઈ ગઈ હતી
ચોમાસાની સીઝનો વરસાદ શરૂ થઈ ચૂકયા છે. મેઘરાજા મહેરબાન થઈ મનમૂકીને વરસી રહ્યા છે ત્યારે વરસાદની સીઝન શરૂ થતા જ રેઈનકોટ, તાલપત્રી, છત્રીની ખરીદી શરૂ થઈ ચૂકી છે. વરસાદના પાણીથી બચવા રેઈનકોટ, છત્રી અને વધુ પ્રમાણમાં તાલપત્રીની ખરીદી થાય છે. આ વખતે માવઠું પડવાથી લોકોએ વરસાદથી બચવા પહેલાથી જ ખરીદી શરૂ કરી દીધી છે. ગત મહિને ઉનાળાની સીઝનમાં માવઠું અને વાવાઝોડું ત્રાટકયું હતું. અનેક મહિનો અગાઉ વરસાદ શરૂ થતા વેપારીઓની દુકાનોમાં ખરીદી વહેલી શરૂ થઈ ગઈ હતી.
ગત મહિને બહોળા પ્રમાણમાં તાલપત્રીની ખરીદી થઈ હતી. આથી આ મહિને બજારમાં 50 ટકા ખરીદી થઈ આ સિઝન હજુ 15 દિવસ ચાલશે. લોકો પોતાની જરૂરીયાત મુજબ તાલપત્રીની ખરીદી કરે છે. રૂા.250થી રૂા.1000 સુધીનું વેચાણ થાય છે. સૌથી વધુ 15-20, 20-30 અને 30-36ની તાલપત્રી ખરીદાય છે. મકાનોમાં ખેતરોની શેડમાં અને માલવાહક ગાડીને હાંકવા તાલપત્રી વધુ ખરીદાય છે. ગુજરાતમાંથી માત્ર 25 ટકા માલ આવે છે. બાકી મુંબઈ, દિલ્હી, રાજસ્થાનથી માલ મંગાવવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે બહારથી માલ મંગાવવાથી વેપારીઓને કિલોએ 15-20 રૂપિયાનો ફાયદો થાય છે. તાલપત્રીની સાથે રેઈનકોટ અને છત્રીનું વેચાણ પણ વધ્યું છે. ચોમાસુ શરૂ થતા બજારમાં લોકોની ભીડ જોવા મળી રહી છે.